ભુચરમોરી યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું.

આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું. કાઠિયાવાડની સેનામાં જૂનાગઢ અને સાવરકુંડલાનો સમાવેશ થતો હતો, જે છેલ્લી ઘડીએ નવાનગરને દગો આપીને મુઘલ સૈન્યમાં જોડાયા હતા. આ યુદ્ધને પરિણામે બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ હતી અને અંતે મુઘલ સૈન્યનો વિજય થયો હતો.
ભૂચરમોરી યુદ્ધમાં કાઠીયાવાડના સેના નાયક તરીકે જામ સતાજી, જામ અજાજી, જસા વજીર, દોલતખાન ઘોરી, લોમા ખુમાણ, રાવ ભારમલજી-૧, સાંગણજી વાઢેર, વસાજી પરમાર અને મુધલ સામ્રાજ્યના સેના નાયક મિર્ઝા અજીજ કોકા હતા. કાઠિયાવાડની શકિત અને ક્ષમતાની વાત કરીએ તો ૧૭૦૦૦ થી ૨૧૦૦૦ સિપાહી અને ૮૪ હાથી અને મુધલ સામ્રાજ્યની શકિત અને ક્ષમતાની વાત કરીએ તો ૮૯૦૦ થી ૯૦૦૦ સિપાહી.
આખરે આ યુદ્ધમાં મૃત્યુ હાની ની વાત કરી એ તો સૌથી વધારે મૃત્યુ હાની કાઠિયાવાડની સેના ને થઈ હતી ૨૦૦૦ જેટલા લડવૈયાઓ અને ૭૦૦ જેટલા ધોડાઓ ઘવાયા હતા ત્યારે મુધલલોની સેનાનાં ફક્ત ૧૦૦ થી ૨૦૦ લડવૈયાઓનું મૃત્યુ થયું તઅને ૫૦૦ લડવૈયાઓ ઘવાયા હતા.
આ યુદ્ધમાં મુધલોની જીત થઈ હતી અને કાઠિયાવાડનું સાસન મુધલોના હાથમાં જતું રહ્યું હતું અને કાઠિયાવાડ મુધલ સામ્રાજ્ય હેઠળ આવી ગયું હતું. આ લડાઈને સૌરાષ્ટ્રના ઈતિહાસમાં લડવામાં આવેલી સૌથી મોટી લડાઈ ગણવામાં આવે છે. તેને ઘણી વખત સૌરાષ્ટ્રના પાણીપત તરીકે પણ ઓળખવામાં આવે છે.