nattu kaka in jamnagar

Nattu kaka in jamnagar

શહેર

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેમ Nattu kaka ની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક પહેલી વખત આવ્યા જામનગર. Soni SAB ટીવી ટેલીવિઝનની જાણીતી અને આખા ભારત ભરમા જાણીતી ઘારાવાહિક “તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા” મા નટુકાકાનું પાત્ર ભજવતા એવા ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક હાલ જામનગરની મુલાકાતે હતા.

ઘનશ્યામ નાયકે આપણા જામનગરના જાણીતા દૈનિક સમાચાર પત્રક “ખબર ગુજરાત” સાથે વાત કરતા તેઓ એ જામનગર વાસીઓને અપીલ કરી છે કે ખુદનું વિશેષ ધ્યાન રાખે અને કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોનાના દિશા-નિર્દેશોનું પાલન કરે.

ઘનશ્યામ નાયક ગળાના ટ્યુમરની સર્જરી કરાવ્યા બાદ જામનગર આવ્યા છે.

ઘનશ્યામ નાયક ને ધણા સમયથી માંદગીમા હતા. ઘનશ્યામ નાયકને ગળા પર ગાંઠ હતી આ ગાઠની સર્જરી કરવામા આવી હતી. ઘનશ્યામ નાયકની આ ગાઠની સર્જરી મુંબઈની સુચક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. શસ્ત્રક્રિયા દરમિયાન ઘનશ્યામ નાયકના ગળામાં આઠ ગાઠ મળી આવી હતી. આ શસ્ત્રક્રિયાને કારણે તેઓનો ચહેરો પણ ધણો બદલાઈ ગયો છે અને તેઓનું વજન પણ ઓછું થઈ ગયુ છે.

ઘનશ્યામ નાયકે તેઓની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1956 મા કરી હતી તેઓ એ ધણી બધી હિન્દી ગુજરાતી ફિલ્મો, ભવાયો અને ડબીગ કરેલી છે. 2008 સુધી ઘન્શયામ નાયક ગરીબીની હાલતમાં જ જીવતા હતા. પરંતુ 2008 માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ શરૂ કર્યુ ત્યારે તેઓને સારી એવી કમાણી શરૂ થઈ અને તેના માટે તેઓ એ આશીતકુમાર મોદીનો આભાર માન્યો.

કોરોના જેવી મહામારીના સમયમાં મુંબઈ સરકાર દ્વારા ફિલ્મો અને ધારાવાહિકની શૂટિંગ પર રોક લગાવી દીધી હતી. આ બાદ અનલોક વચ્ચે સરકાર દ્વારા શૂટિંગ ચાલુ કરવાની અનુમતિ આપી હતી. પરંતુ 65 વર્ષથી મોટી ઉમરના કલાકારોએ શૂટિંગની અનુમતિ આપી નથી. પરંતુ હાઇકોર્ટના આદેશ બાદ આ પ્રતિબંધ હટાવી લીધો હતો

પહેલે ઘનશ્યામ નાયક શૂટિંગે જઈ શકયા નહી કેમ કે તેઓ 65 વર્ષથી વધુ ઉમરના હતા ત્યાર બાદ તેઓનો ઓપરેશન થયુ. હવે બધુ જ સારૂ થઈ ગયા બાદ હવે ઘન્શયામ નાયક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *