RTI માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫, એ સારી રાજયવ્યવસ્થા તરફ દોરી જનાર શકિતશાળી સાઘન છે.
માહિતી અધિકાર અધિનિયમ 2005 (આર.ટી.આઇ. (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે. તે “ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા” માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે.
Right to Information Act કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે. જો કે તેમાં રાજ્ય કક્ષાના કાયદાથી સંચાલિત જમ્મુ અને કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો નથી.
આ કાયદાની જોગવાઇઓ હેઠળ, કોઇ પણ નાગરિક (J&Kના નાગરિકો સિવાય) “જાહેર સત્તાધિકારી” (સરકાર અથવા “રાજ્યોના સાધનરૂપ” તરીકે કામ કરનાર સંસ્થા) પાસેથી માહિતીની માગ કરી શકશે અને તેમણે ઝડપથી અથવા ત્રીસ દિવસના ગાળામાં તેનો જવાબ આપવો જરૂરી છે.

Right to Information Act અનુસાર પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ ખૂબ જ વિસ્તૃત રીતે તેમની માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે અને કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને સક્રિય રીતે જાહેર કરવી પડે છે કે જેથી નાગરિકને માહિતીની વિનંતી કરતી વખતે લઘુત્તમ સ્રોતની જરૂરિયાત ઊભી થાય.
15મી જૂન, 2005 ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો અને 12મી ઑક્ટોબર, 2005 ના રોજ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો હતો. ભારતમાં અત્યાર સુધી ઓફિશ્યલ સિક્રેટ એક્ટ 1923 અને અન્ય વિશેષ કાયદાઓ પ્રમાણે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધો હતો તે નવા આર.ટી.આઇ.(RTI) એક્ટ આવતા હળવા થયા છે.
RTI ની વધારે માહિતી માટે મુલાકાત લો –

RTI માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો Click here
