જામનગર બ્રાસ સિટી, ઉદ્યોગનગરી, છોટીકાશી સહિતના અનેક નામોથી પ્રચલિત જામનગર શહેર તેની બાંધણીના કારણે પણ દેશ અને દુનિયામાં જાણીતું થયું છે. મહિલાઓ, યુવતીઓમાં હેમશા બાંધણીનો ક્રેઝ રહે છે.
બાંધણીની ડિઝાઇન પરંપરાગત હોવા છતાં તે ફેશનમાં રહી છે. જામનગરમાં બાંધણીનો વ્યવસાય 150 વર્ષ જેટલો જૂનો હોવાનું માનવામાં આવે છે. બાંધણીથી બ્રાસ સિટી , છોટીકાશી, ઉદ્યોગનગરીની જેમ આ ઉદ્યોગ પણ ખૂબ જ વિકસી ગયો છે.
પરંપરાગત બાંધણીના આ વ્યવસાય સાથે 20 હજાર જેટલી બહેનો, 200 જેટલા કારખાનેદારો – વેપારીઑ અને કલરકામ કરતાં લોકો જોડાયેલા છે.
મહિલાઓ માટે જામનગરનો બાંધણી ઉદ્યોગ વરદાન બની રહ્યો છે. કારણ કે અનેક મહિલાઑના ઘર બાંધણી બાંધવાના ગૃહ કારણ કે અનેક મહિલાઑના ઘર બાંધણી બાંધવાના ગૃહ ઉદ્યોગને આભારી છે.
કેટલીક મહિલાઓને જામનગર બાંધણી ઉદ્યોગે ઘરનું ઘર આપ્યું છે તો કેટલીક મહિલાઓના બાળકોના લગ્નનો ખર્ચ બાંધણી બાંધવાના કામમાંથી મળતી આવકથી થાય છે. બાંધણી ઉદ્યોગ મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળી રહે છે

ગુજરાતના જે – તે જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતાં અસંગઠીત ક્ષેત્રના શ્રમયોગીઓના લાભાર્થે તેઓને સંગઠિત કરવા, ઘરે બેસીને કામ મળી રહે, તેઓનું જીવન ધોરણ ઉષ્ણુ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક અભિયાન ચલાવવામાં આવે છે.
જે અન્વયે જામનગર જિલ્લાના બ્રાસપાર્ટસ અને બાંધણી બાંધવાના કામમાં અનેક શ્રમયોગીઓ જોડાયેલા હોય તેઓની નિયમિત નોધણી. બાંધણીનો પ્રોજેક્ટ જામનગરની સિધ્ધી મહિલા મંડળને ફાળવાયો છે.