જામનગર એમ તો ધણી બધી વસ્તુઓ તેમજ ખાસ જોવા લાયક સ્થળો માટે જાણીતું છે પંરતુ, જામનગર એ એક ખાસ મંદિર માટે પણ જાણીતું છે એ મંદિર શ્રી બાલા હનુમાનજીનું મંદિર છે. આ મંદિરનાં દર્શન માટે શ્રદ્ધાળુંઓ દુર દુરથી આવે છે.
બાલા હનુમાન મંદિર જામનગરનાં રણમલ તળાવનાં દક્ષિણપૂર્વ ખુણા પર સ્થિત છે. તેમજ આ મંદિર ગુજરાતનાં ખ્યાતનામ મંદિરોમાનું એક મંદિર છે.
બાલા હનુમાન મંદિર, શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ભગવાન હનુમાનજીને સમર્પિ છે. આ મંદિરની સ્થાપના શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા સન ૧૯૬૪ માં કરવામાં આવી હતી. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની સાથે સાથે ભગવાન રામ, લક્ષમણજી, દેવી સીતાની પણ મૂર્તિઓ સ્થાપીત છે.
બાલા હનુમાન મંદિરનો ઈતિહાસ.
શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ એ વર્ષ ૧૯૬૩-૬૪ ની આસપાસનાં સમયગાળા દરમ્યાન આ બાલા હનુમાન મંદિરની સ્થાપના કરી હતી. આ કારણથી શ્રી પ્રેમભિક્ષુજી મહારાજનાં નામે ધણી બધી જગ્યાઓ પર “રામ ધુન” નો જાપ કરવામાં આવે છે. જામનગર સ્થિત બનાવવામાં આવેલું બાલા હનુમાન મંદિર તેઓ એ બનાવેલાં સૌથી જુનાં મંદિરોમાંથી એક માનવામાં આવે છે.
શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ ( ધણી જગ્યા એ પ્રેમભિક્ષુજીની જગ્યા એ પ્રેમ ભૂષણજી પણ લખવામાં આવ્યું છે. ) એ પોતાના જીવન પછીનાં સમયગાળામાં તેઓ એ સન્યાસી ( સંત ) બન્યા. જામનગરનાં બાલા હનુમાન મંદિરમાં જે “રામ નામ” નું અખંડ જાપ થાય છે તેની પરંપરા પર એમણે જ શરુ કરી હતી અને ધીરે ધીરે આ પરંપરા દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ અને ધણી બધી જગ્યાએ આ પરંપરાનો ફેલાવો થયો.

મંદિરનો સમય.
શ્રી બાલા હનુમાનનો મંદિર સવારે છ વાગ્યે ખુલ્લે છે અને રાત્રે નવ વાગ્યે બંધ થાય છે. આ મંદિર અઠવાડિયામાં બધા દિવસે દર્શનાર્થીઓ માટે ખુલ્લો રહે છે.
મંદિરમાં જવાનો શ્રેષ્ઠ સમય.
દુનિયાનાં દરેક ખૂણેથી તીર્થયાત્રીઓ અને પર્યટકો આ મંદિર તરફ આકર્ષાય થાય છે. દરેક તહેવાર અને અવસરો માટે અલગ અલગ સમય હોય છે જેને દર્શન સમયનાં રૂપમાં ઓળખવામાં આવે છે.
દરેક અઠવાડિયે દર્શન આ મુજબ છે – રવિવારે સવારે ૬ વાગ્યે મંગલ દર્શન, સોમવારે સવારે ૬.૩૦ વાગ્યે શાંગર દર્શન, મંગળવારે સવારે ૭ વાગ્યે મંગળા આરતી, બુધવારે બપોરે ૧૨ વાગ્યે રાજ ભોગ, ગુરૂવારે સાંજે ૪.૩૦ વાગ્યે ઉત્થાપન, શુક્રવારે સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી, શનિવારે રાત્રે ૧૦ વાગ્યે શયન દર્શન.

બાલા હનુમાન મંદિરનાં નામે વર્લ્ડ રેકોર્ડ.
બાલા હનુમાન મંદિરને સન ૧૯૬૪થી અત્યાર સુધી સતત “શ્રી રામ જય રામ જય જય રામ” જાપ માટે ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ મા સ્થાન મળેલ છે.
Image Credit:- clickby_photo, Internet