vinoo-mankad

ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું ગૌરવ – વિનું માંકડ(Vinoo mankad)

હાલાર નું ગૌરવ શહેર

જામનગર વાસીઓ તમે ક્રિકેટ બંગલા પાસેનું આ પૂતળું જોયું જ હશે..! જો નથી જોયું તો જોઇ નાખજો.. શું તમને ખબર છે આ પૂતળું કોનું છે..? અને શા માટે ક્રિકેટ બંગલા પાસે ઊભું કરવામાં આવ્યું છે..?

આ પૂતળું ભારતીય ક્રિકેટ જગતમાં આગવું એવું સ્થાન ધરાવતાં ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર રહી ચૂકેલા વિનું માંકડ નું છે. ઉચ્ચતર શૈલીનાં ક્રિકેટરોમાં વિનું માંકડનું(Vinoo mankad) નામ લેવામાં આવે છે.

જામનગરનું ગૌરવ અને ક્રિકેટ જગતમાં સિદ્ધિ મેળવનાર તેમજ પદ્મભૂષણનું સન્માન મેળવનાર વિનું માંકડની BIOGRAPHY..

વિનું માંકડનું પૂરું નામ મૂલવંતરાય હિંમતલાલ માંકડ હતું. વિનું માંકડનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૧૭ માં આપણાં જામનગરમાં થયો હતો. તેઓને પ્રેમથી બધા વિનું કહીને બોલાવતા હતા. વિનું માંકડ એ પોતાનાં ફસ્ટ કલાસ કેરિયરમાં તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને બોમ્બેની ટીમો તરફથી રમક ચૂક્યા છે. વિનું માંકડ એ પોતનો પેલો ટેસ્ટ મેચ ૨૨ જુન ૧૯૪૬ માં ઇગ્લેન્ડ સામે રમ્યા હતા. તેઓ એ ઇગ્લેન્ડ સામેનાં મેચમાં પહેલી ઇનિંગમાં ૧૪ રન અને બીજી ઇનિંગમાં ૬૩ રન બનાવ્યાં હતા આ મેચ ભારત ૧૦ વિકેટથી હારી ગયું હતું.

વિનું માંકડને કપીલ દેવ પછી ભારતનો બીજો સૌથી સર્વ શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. Vinoo mankad કે જેમણે ૨૩૩ મેચ રમ્યા અને તેમાં તેમણે ૧૧૫૯૧ રન બનાવ્યાં અને કુલ ૭૮૨ વિકેટો પણ લીધી.

વર્ષ ૧૯૫૬ નો પહેલો વીક, મદ્રાસના સ્ટેડીયમમાં એક ટેસ્ટ મેચ રમવામાં આવ્યો ભારત બનામ ન્યુઝીલેન્ડ. આ ટેસ્ટ મેચમાં ભારતની ટીમ તરફથી ઓપનીંગ શરૂઆત કરવા માટે વિનું માંકડ અને પંકજ રોયની જોડી ક્રીશ પર ઉતરી. વિનું માંકડ અને પંકજ રોય બન્ને સાથે મળી ને બે દિવસ બેટીંગ કરી અને ૪૧૩ રનની પાર્ટનરશીપ બનાવી. આ પાર્ટનરશીપ ફર્સ્ટકલાસ મેચોમાં સૌથી મોટી ઓપનીંગ પાર્ટનરશીપનો રેકોર્ડ હતો. આ રેકોર્ડ સાઉથ આફ્રિકાની ઓપનીંગ જોડી ગ્રીન સ્મિથ અને નીલ મીકેન્ઝી એ વર્ષ ૨૦૦૮ માં પોતાનાં નામે કર્યો. સાઉથ આફ્રિકાની આ જોડીએ બાંગ્લાદેશ સામે ૪૧૫ રનની પાર્ટનરશીપ બનાવી હતી.

વિનું માંકડ નો ચાલાકી મગજ…

વિનું માંકડના ચાલાક મગજનું એક કિસ્સો જે આજ પણ મશહૂર છે. વર્ષ ૧૯૪૮ આઝાદ ભારતની ક્રિકેટ ટીમ પહેલી વખત ઓસ્ટ્રેલિયાના દૌરા પર ગયેલી. અહિંયા ન્યુ સાઉથવેલ્સની સામે રમતા વિનું માંકડ એ પહેલી ઇનિંગમાં ૬૭ અને બીજી ઇનિંગમાં ૨૨ બનાવ્યા. એના પછીના બે ટેસ્ટ મેચોમાં વિનું માંકડનો સ્કોર હતો ૦ ( શૂન્ય ), ૭ ( સાત ), ૫ ( પાંચ ), અને ૨ ( બે ) રન. વિનું માંકડ થોડા ચિંતામાં હતા. એમની ચિંતાનું કારણ તેમનું જલદી આઉટ થઈ જવું તો હતું જ પણ એમને બીજી પણ કારણ હતું  એ બીજું ચિંતાનું કારણ હતું ફાસ્ટ બોલર લિન્ડ વોલ, એ લિન્ડ વોલ કે ૬ એ ૬ વખત વિનું માંકડ ને આઉટ કર્યાં. ત્રીજા ટેસ્ટ મેચથી બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયામાં એક કોકટેલ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી જેમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ બન્ને તેમા આમંત્રિત હતા. પાર્ટીમાં દારૂ સર્વ કરવામાં આવતી હતી ત્યારે વિનું માંકડ એ ગ્લાસ ઉપાડયો અને એમા એક ડ્રીન્ક બનાવ્યો અને લિન્ડ વોલને સર્વ કરવા ચાલ્યા ગયા. બન્ને વચ્ચે વાતચીત શરુ થઇ લિન્ડ લોલ થોડે આશ્ચર્યથી ચોકી ગયા પરંતુ બન્ને શહેદ ( સહમત ) થઇ ગયા. અહિંયા-ત્યાં ની વાતોથી વાત ક્રિકેટ પર આવી ગઈ અને પછી ત્યાં વાત આવી ગઈ જ્યાં માંકડ લઈ જવા માંગતા હતા. માંકડે લિન્ડ વોલથી પૂછ્યું એવું શું હતું કે છ એ છ ઇનિંગમાં લિન્ડ વોલ એ જ તેમને આઉટ કર્યા. વોલસ એ થોડીક હશી આપી તેનો જવાબ આપ્યો.. તેમણે કહ્યું કે “વિનું માંકડને પોતાનો બેટ ફલ્લો કન્ટ્રોલ કરવાની જરૂર છે યોરકટ પર તેમનો બેટ ખરા સમય પર નીચે નથી આવી શકતો.” વિનું માંકડને પોતાનો જવાબ મળી ગયો.

બે દિવસ પછી ત્રીજો ટેસ્ટ મેચ શરૂ થયો, આ ટેસ્ટ મેચમાં વિનું માંકડે બનાવ્યા ૧૧૬ રન. સિરિઝ નાં પાંચમા અને છેલ્લા મેચમાં વિનું માકડે ૧૧૧ રન બનાવ્યાં અને જેટલી પણ વખત લિન્ડ વોલને ચોગ્ગો કે છગ્ગો ફટકારતાં ત્યારે તે લિન્ડ વોલ પાસે જઈ અને પૂછતા “શું મારો બેટ ખરા સમયે નીચે આવ્યો..?”

માંકડીગ રન આઉટ…

વર્ષ ૧૯૪૮ આ એ વર્ષ છે જેમાં માંકડ એ કોન્ટ્રોવરસી નો જન્મ લીધો એવી કોન્ટરોવરસી કે ક્રિકેટમાં રન આઉટ થવાના તરીકાને માંકડનું નામ આપી દીધું.

થયું એમ હતું કે ભારત ઓસ્ટ્રેલિયાના બીજા ટેસ્ટમાં બિલ બ્રાઉન નોન સ્ટાઇકીગ એન્ડ પર ઉભા હતાં અને વિનું માંકડ બોલીંગ કરી રહ્યાં હતા. માંકડ જ્યારે બોલીંગ કરી રહ્યાં હતા ત્યારે તેઓનું ધ્યાન બિલ બ્રાઉન પર પડયું કે બિલ બ્રાઉન બોલ પડવાથી પહેલાં ક્રિશની બહાર નિકળી જતા હતા. વિનું માંકડએ આ વાતની ચેતવણી બિલ બ્રાઉનને ધણી વખત આપી પંરતુ બિલ બ્રાઉન સમજી રહ્યાં ન’હોતા. વિનું માંકડ દોડતા આવ્યા અ જોયું બિલ બ્રાઉન જોયું કે તે ક્રિશની બહાર છે ત્યારે વિનું માંકડે બોલ ફેકવાની જગ્યા એ બોલ વિકેટમાં મારી દિધી અને બિલ બ્રાઉન ને રન આઉટ કરી નાખ્યો. આ વાત ઉપર દુનિયામાં ખુબ જ ચર્ચા થઈ અને ધણી બધી હો હલ્લા થયું અને આ રીતનાં રન આઉટને માંકડીગ કહેવામાં આવ્યું.

vinoo mankad trophy

રણજી ટ્રોફીનો રોમાંચક કિસ્સો…

સાલ ૧૯૭૮ વાનખેડીયા સ્ટેડીયમમાં રણજી ટ્રોફીનું કવોટર ફાઇનલ રમાતું હતું, બોમ્બે બનામ હૈદરાબાદ. હૈદરેબાદની ટીમ થોડીક સ્ટ્રોગ પોઝીશનમાં હતી તેની પાસે ૫૯ રનની લિડ હતી. તેઓની ટીમમાં મન્સૂર અલીખાન પટોતી, આબીદ અલી, અબ્બાસ અલી બૈદ અને જેસીંગ જેવા ખેલાડીઓ રમતા હતા.

બોમ્બે એ બેટિંગની શરૂઆત કરી અને ત્રીજા દિવસનો ખેલ પૂરો થવા સુધી બોમ્બેનાં ૧૪૦ રન બનેલા હતા. બોમ્બેનાં કેપ્ટન થોડાક ચિંતામાં હતા. દિવસનો ખેલ પૂરો થયો અને તે ઘરે ગયા ધરે જઇ તેઓએ પોતાનાં પિતા સાથે મેચની સિચ્યુએશન ડિસ્કસ કરવાની શરૂ કરી તેઓના પિતાનું ક્રિકેટમાં ખૂબજ મગજ દોડતો હતો. તે બન્ને વચ્ચે લગભગ ૧૫ મિનિટ સુધી વાતચીત ચાલી, પંરતુ આ વાતચિતથી કાંઈ હલ નિકળ્યો નહિ. થોડીકવાર માટે ઘરમા સન્નાટો થઈ ગયો. થોડા સમય બાદ તેઓના પિતા અચાનકથી ઉઠ્યા અને ગાળોની ભાષામાં તેઓનાં પુત્રથી કહ્યું “એક કામ કર આવતી કાલે એક કલાક વધું રમો અને પછી ઇનિંગ ડિકલેર કરી નાખો. બોમ્બે જીતી જશે. પુત્રને કાંઈ વાત સમજાણી નહિં પંરતુ તે બીજા દિવસે ગયા અને તેમના પિતા એ જેમ કહ્યું હતું એમ જ કર્યું, બોમ્બે એ એક કલાક વધું બેટિંગ કરી અને પછી ઇનિંગ ડિકલેર કરી નાખી. બોમ્બેનો સ્કોર હતો 275/4. હવે દિવસનાં ઓવર બચ્યાં હતા 80 અને હૈદરાબાદને જીતવા માટે રન જોતા હતા 216. જેવું કેપ્ટન સાહેબનાં પિતા એ સમજાવ્યું હતું  લેગ સ્પિનર રાકેશ ટંડનનો ભરપુર ઉપયોગ કર્યો અને રાકેશ ટંડન એ 6 વિકેટ લીધા અને બાકીનાં ચાર વિકેટ શિવરકરે લીધા. બોમ્બે આ મેચ જીતી ગયો. આ મેચના જીતની કથા એક દિવસ પહેલા બોમ્બેના કેપ્ટનના પિતા એ પોતાના મનમાં જ લખી નાખી હતી. આ કેપ્ટન હતા અશોક માંકડ અને તેમના પિતાનું નામ વિનું માંકડ. વિનું માંકડ કે જેને કપિલ દેવ પછી ભારતનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. એક દમદાર ક્રિકેટનો મગજ જેના એક એક ખૂણામાં ક્રિકેટ અને ક્રિકેટ જ વસેલો હતો.

વિનું માંકડ(Vinoo mankad) ક્રિકેટ જગતમાં સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતા. તેઓની ભારતીય ક્રિકેટ ટીમમાં શ્રેષ્ઠ સેવા બદલ ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૭૩ માં પદ્મભૂષણ પુરસ્કારથી વિનું માંકડને સન્માનીત કરવામાં આવ્યા હતા. વિનું માંકડ ૧૯૬૮ થી ૧૯૭૯ ની વચ્ચે આ સન્માન મેળવનાર એકમાત્ર રમત વીર હતા.

vinoo-mankad-cricketer

વિનું માંકડ પોતાના જીવન કાળ દરમ્યાન ૪૪ ટેસ્ટ મેચ રમ્યા હતા જેમા તેમણે ૫ સતક અને ૬ અર્ધસતક સાથે ૨૧૦૯ રન બનાવ્યાં હતા. આ ૪૪ ટેસ્ટ મેચ દરમ્યાન તેઓ એ ૧૬૨ વિકેટો પણ લીધી હતી.

તેઓએ ૨૩૩ જેટલા ફર્સ્ટ કલાસ મેચ રમ્યા હતા જેમા તેમણે ૨૬ સતક અને ૫૨ અર્ધસતક સાથે ૧૧૫૯૧ રન બનાવ્યા હતા અને સાથો-સાથ ૭૮૨ વિકેટો પણ લીધી હતી.

વિનું માંકડના પુત્ર અશોક માંકડ પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમેલા છે. જેમા અશોક માંકડ એ ૨૨ ટેસ્ટ મેચ અને ૧ વનડે મેચ રમ્યા છે.

તારીખ ૨૧ ઓગસ્ટ ૧૯૭૮ ના રોજ મુંબઈ ખાતે વિનું માંકડનું અવસાન થયું.

ખરેખર વિનું માંકડ જામનગર અને ક્રિકેટ જગતનું ગૌરવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *