રોગ વિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ખેડૂત પુત્ર દ્વારા કરવામાં આવી હતી જે ખીમરાણા નામના નાનકડા ગામમાં જામનગર જિલ્લાની નજીક રહેતા હતા. તેમનું નામ સ્વ.શ્રી લવજીભાઇ કાબાભાઇ પટેલ. અને તેમણે આ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1962 માં કરી હતી.

તે વર્ષમાં અમે ઘરોમાં જઈને લોકોને ટિફિન આપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી અમે અમારું કામ જે જી.જી. હોસ્પિટલ ના માં રૂમ નં. 19 માં શરૂ કર્યું હતું અને ત્યારબાદ પથિક આશ્રમ અને તે પછી અમે આયુર્વેદિક હોસ્પિટલમાં પણ સેવા કાર્ય કર્યું . થોડા સમય પછી અમે આયુર્વેદિક હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં સેવા કાર્ય કર્યા બાદ દાંડિયા હનુમાન મંદિર નજીક જ્યાં આજે ટ્રસ્ટની સ્થાપના થઈ છે તે સ્થળ જી.જી. હોસ્પિટલ, હેમંત નગરનો કોર્નર, પી.એન. માર્ગ. અને આ રોગ વિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટનું કાયમી સરનામું બન્યું.
રોગ વિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાઓ.
- દર મહિને જરૂરિયાતમંદ લોકોને ભોજન કીટ નું વિતરણ કરવામાં આવે છે
- શિક્ષણ ક્ષેત્રે પણ રાહત દરે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે
- જેઓ વિકલાંગ છે, બ્લાઇંડ્સ છે, અથવા વિધવા છે ટ્રસ્ટના લોકો તેમના ઘરે ઘરે જઈને ટિફિન્સ આપે છે.
લોકડાઉન માં પણ હજારો જરૂરિયાતમંદ લોકોને ભોજન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધારે માહિતી માટે અમારી વેબસાઇટ જોવી http://gangamatatrust.com/
Head Office : SHREE GANGAMATA CHARITABLE TRUST
Shree Gangamat Charitable Trust Near G.G. Hospital, 1, Himatnagar Corner, Pandit Nehru Marg, Jamnagar-8 Gujarat, India Phone No. : 288-2660115 Email: info@gangamatatrust.com |