જામનગર જિલ્લાના નાનકડા એવા ખીજડીયા ગામના એવા વ્યક્તિ કે જેણે આપણી દેશી વાનગીઓને ( ગુજરાતી વાનગીઓ ) ને ડિજિટલ માધ્યમથી વિશ્વ સ્તર સુધી પહોચાડી છે.
આજે Nikunj Vasoya યુટ્યુબના માધ્યમથી વિશ્વખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણની બાજુમાં રહેલી પોતાની વાળીમાં જુદી જુદી વાનગી ( રેસીપીઓ ) અને દેશ વિદેશમાં પહોચાડે છે.
Nikunj Vasoya પોતાના વિડીયોમાં તાજા અને ફ્રેશ શાકભાજી ઉતારી અને માટીનાં વાસણો અને ઈંટોનાં દેશી ચુલા પર અવનવી વાનગીઓ બનાવે છે અને સાથે સાથે તેઓની વાળી ખીજડીયા પક્ષીઅભ્યારણની બાજુમાં હોવાથી પક્ષીઓનો કલરવ તેઓના વિડીયોમા ખાસ એવો રંગ ઉમેરે છે.

Nikunj Vasoya Biography
નિકુંજ વસોયાનો જન્મ 1 ફેબુ્રઆરી 1989 નાં રોજ જામનગર જિલ્લાના નાનકડા એવા ખીજડીયા ગામમાં થયો હતો.
તેઓનો પરીવાર સામાન્ય હતો તેઓના પિતા તુલસીભાઈ વસોયા અને માતા મુક્તાબેન વસોયા ખેતીવાડી સાથે સંકળાયેલા હતા. નાનપણથી જ નિકુંજભાઈ ને કુકીંગમા ખાસ એવી રૂચી હતી. તેઓ ટેલીવિઝન પર ડિસ્કવરી અને નેશનલ ઝીઓગ્રાફી પર આવતા કુકીગ શો જોયા કરતા અને તેમાંથી તેઓ અવનવું જાણયા કરતા.
નાનપણથી જ વિચારી લીધુ હતું કે “હુ મારો પોતાનો કુકીગ શો ચાલુ કરીશ.” આ વિચાર એ નિકુંજભાઈના જીવનનો ટર્નીગ પોઈન્ટ હતો.
નિકુંજભાઈ એ પોતાનો પ્રાથમિક શિક્ષણ ખીજડીયા પ્રાથમિક શાળા ( સરકારી શાળા ) મા કર્યો. અને બીકોમનો અભ્યાસ જામનગર ખાતે કર્યો હતો. અને સી.એ ના અભ્યાસ માટે તેઓ રાજકોટ ગયા.
Nikunj Vasoya એ 2013 માં યુટ્યુબ પર પોતાની ચેનલ બનાવી હતી પરંતુ આ ફિલ્ડનો વધારે નોલેજ ન હોવાથી નિકુંજભાઈને શરૂઆતમાં બહુ તકલીફ પડતી. નિકુંજભાઈ ને એક વિડિયોનાં શૂટીંગ અને એડીટીગમાં લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગતો. આ વિડીયો એડીટ કરવા માટે તે પોતાના મોટા ભાઈના કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા.
વર્ષ 2013 માં જ્યારે નિકુંજભાઈ CA ના છેલ્લા વર્ષમાં હતા ત્યારે તેઓ એ ભણવાનું છોડી અને પોતાનો COOKING SHOW શરૂ કરવાનુ વિચારી લીધું. નિકુંજભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ એ સગાવાલાની મદદ માગી, તે સમયે તેઓના ફુઆ રશીકભાઈ સાવલીઆ એ તેઓને 10,000 રૂપિયા આપ્યા હતા તેમાથી તેઓ એ 7000 નો કેમેરો 1000 નો ટ્રાયપોડ અને બાકીના બચેલા પૈસાથી તેઓ એ ડોન્ગલ ખરીદયું.
2013 માં એટલો બધો ઈન્ટરનેટનો વ્યાપ ન’હોતો એટલે ખીજડીયામાં ઈન્ટરનેટ આવતુ ન’હોતુ તે માટે તે વિડીયો અપલોડ કરવા માટે ખીજડીયા ગામથી 14 કિલોમીટર દુર જામનગર જઈ અને સાઈબર કાફે માથી વિડીયો અપલોડ કરતા.
શરૂઆતના સમયમાં નિકુંજ વસોયા પાસે કાંઈ આવકનો સ્રોત ન’હતો. આથી આ બધુ પોતાના સ્વ ખર્ચે કરવું એ ખુબ જ અધરૂ કામ હતું. એ સમયમાં નિકુંજભાઈ પાસે માત્ર 4 જ શર્ટ હતા, આથી તેઓ એ 25 જેટલા વિડીયો એક જ શર્ટમાં ઉતાર્યા હતા અને એ શર્ટ પણ એમના મિત્રનો હતો. આમ તેઓ એ એક 29 વિડીયોની સીરીઝ પૂરી કરી.

Nikunj Vasoya ધીરે ધીરે આગળ વધતા રહ્યા અને ગુજરાત અને ભારતના વિવિધ રાજ્યોમાં તેઓના વિડીયો જોવાતઆ ગયા. પંરતુ કોઈ કારણો સર કોપીરાઇટ ભંગના લીધે તેઓની ચેનલને સસ્પેન્ડ કરી દેવામાં આવી એ ચેનલમાં 20,000 જેટલા સબસ્કાઈબર હતા અને 18 મિલિયન જેટલા વ્યુઝ હતા. આ ધટના એ નિકુંજભાઈના જીવનની દુઃખદ ધટના ઓમાની એક ધટના છે.
આ ધટના બાદ નિકુંજ વસોયા હતાશ થયા વગર બીજી નવી ચેનલ બનાવી અને નવા નવા વિડિયો બનાવવાનું શરૂ કરી દીધું. નિકુંજભાઈની વાનગીઓ બનાવવાની રીતથી અને અવનવી વાનગીઓ બનાવવાથી નિકુંજભાઈની લોકચાહના વધવા લાગી.
નિકુંજ વસોયાની લોક ચાહના વધવાને કારણે હવે નિકુંજભાઈ એ ભારતની જુદી જુદી ફુડ સ્ટ્રીટના વિડીયો બનાવવાનુ નક્કી કર્યુ. આ વિડીયો મુકવા માટે તેઓ એ Street Food અને Travel TV India નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી. આ યુટ્યુબ ચેનલોના કારણે નિકુંજભાઈની લોકચાહનામાં સતત વધારો થતો રહ્યો.
યુટ્યુબના ધ્યાનમાં નિકુંજ વસોયા આવતા 2016 મા યોજાનાર YouTube Training Workshops માં નિકુંજભાઈને આમંત્રિત કરવામા આવ્યા હતા. એ નિકુંજભાઈ માટે ખુબ મોટી વાત હતી. આ Workshop માં તેઓને 2500 USD એટલે કે 1,50,000 રૂપિયા જેટલો વાઉચર આપવામાં આવ્યો હતો. જેની મદદથી નિકુંજભાઈ એ હાઈટેક કેમેરા, કોમ્પ્યુટર અને ધણી બધી વસ્તુઓ ખરીદી હતી. જેનાથી તેઓનાં વિડીયોની કવોલિટીમાં વધારો થયો અને તેઓનું કન્ટેન્ટ સારૂ થયું.
નિકુંજ વસોયા આઠ યુટ્યુબ ચેનલ ચલાવે છે જેના નામ..
- Street Food & Travel TV India.
- Crazy for Indian Food.
- All India Recipe Gujarati.
- All India Recipe Hindi.
- Food on TV Network.
- Cake Network.
- India Home Cooking.
- Nikunj Vasoya.
નિકુંજભાઈ એ દેશી રીતે વાનગીઓ બનાવી જામનગરના ગૌરવમાં વધારો કર્યો છે.