ખીજડીયા એ માનવીય હસ્તાક્ષેપએ પક્ષીઓ માટે સર્જેલાં આદર્શ પરિસરતંત્રનું અનોખું ઉદાહરણ છે.
ખીજડીયા બર્ડ સેન્ચયુરી ( ખીજડીયા પક્ષી અભ્યારણ ) જામનગરથી લગભગ 15 કિલોમીટરની દુરીએ આવેલુ છે. ખીજડીયા પક્ષી અભ્યારણ એ ફોરેસ્ટ ડીપાર્ટમેનટની અંદર આવે છે.
ખીજડીયાને સન 1981 માં પક્ષી અભ્યારણ જાહેર કરવામા આવ્યું હતું. તે કચ્છના અખાતનાં દક્ષિણ કાઠે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલુ છે. ભારતના અન્ય જલપ્લાવિત વિસ્તારની સરખામણીએ 6.05 વર્ગ કિ.મીનો ફેલાવો ધરાવતો પ્રમાણમાં નાનો એવો આ વિસ્તાર ધણી મોટી સંખ્યામાં અને વિભિન્ન પ્રકારની પક્ષીઓની વસ્તીને આશ્રય આપે છે.
ખીજડીયા અભયારણ્ય તાજા પાણીના સરોવરો અને મીઠા પાણીના માર્શલેન્ડ બંને ધરાવતું છે. તે 6.05 કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ભારતની આઝાદી પહેલા, રૂપારેલ નદીના પાણીને સમુદ્રમાં પ્રવેશતા પહેલા તેના સંગ્રહ માટે એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. વર્ષોથી એક તરફ વરસાદ, નદીના તાજા પાણી અને બીજી બાજુ દરિયાના ખારા પાણીથી અહીં એક અનોખો વિસ્તાર રચાયો હતો. બંધની બીજી બાજુ કચ્છના અખાતમાંથી વહેતી મોટી ખાડીઓ આવેલી છે. આ ખાડીઓ મેન્ગ્રોવ્સ અને અન્ય દરિયાઈ વનસ્પતિને ટેકો આપે છે જ્યારે અભયારણ્યની જમીનની બાજુએ દેશી બાબુલ, પીલુ, પ્રોસોપીસ અને અન્ય વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ અભયારણ્ય કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના ઉત્તર પૂર્વ દરિયાકાંઠાના પ્રદેશમાં રૂપારેલ નદી અને કાલિન્દ્રીના વોટરશેડ પર આવેલું છે અને તે ખૂબ જ વિશિષ્ટ અને અનન્ય ઇકોસિસ્ટમ ધરાવે છે. વધુમાં અભયારણ્ય નરારા ટાપુની નજીક આવેલું હોવાથી જૈવ વૈવિધ્યસભર કોરલ રીફ ધરાવે છે.
તાજેતરમાં ફેબ્રુઆરી 2,2022ના રોજ ખીજડિયાને ભારતની 49મી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય મહત્વની જળભૂમિ છે. આ અભયારણ્ય 310 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ માટે રહેઠાણ પૂરું પાડે છે. લોકો અભયારણ્યની મુલાકાત લે છે, જે હવે ઇકો-ટુરિસ્ટ ગામ બની ગયું છે. પક્ષીઓ અહીં સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી જોઈ શકાય છે.
જામનગર સ્થિત ખીજડીયા પક્ષી અભ્યારણની એન્ટ્રી ફી રૂ. 50 છે. ખીજડીયા પક્ષી અભ્યારણનાં બે ભાગ છે, એક ભાગમાં જવા માટે વાહન વ્યવહાર પર પ્રતિબંધ છે જો તમારે એ ભાગમાં જવુ હોય તો તમારે ચાલી ને જવુ પડે છે આ વોકિગ એરીયા લગભગ પાંચથી છ કિલોમીટરનો છે. આ વિસ્તારમા ચાલવાના રસ્તા પર ચાલી તમે પક્ષીને નિહાળી શકો છો.
જો તમારે ખીજડીયા પક્ષી અભ્યારણના બીજા ભાગમાં જવુ હોય તો તમે ચાલી ને પણ જઈ શકો છો અને જો તમારે તમારા વાહનથી જવુ હોય તો તેનો અલગ 200 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. અને જો તમારે પક્ષીઓના કેમેરામા ફોટોગ્રાફ પાડવા હોય તો તેનો 100 રૂપિયા અલગથી ચૂકવવો પડે છે.
ખીજડીયા પક્ષી અભ્યારણમાં ધણા બધા વિદેશી પક્ષીઓ શિયાળામા ખીજડીયાના મહેમાન બને છે. શિયાળુ શરૂ થતા જ મહેમાન પક્ષીઓની આવક શરૂ થઈ જાય છે. ખીજડીયા પક્ષી અભ્યારણ વિદેશી પક્ષીઓની મહેમાન ગતી માટે જાણીતું છે.1

ખીજડીયા પક્ષી અભ્યારણમાં પીવાનું પાણી મળતું નથી જો તમે ત્યા જવાના હોવ તો પાણી સાથે જ લઈને જજો અને જો રોકાણ વધુ હોય તો ખાવા પીવાની સુવિધા સાથે જ કરીને જજો. કારણકે ખીજડીયા પક્ષી અભ્યારણમાં ખાવા પીવાની કઇ પણ સુવિધા ઉપલબ્ધ નથી.
શિયાળાની શરૂઆતથી જ વિદેશી પક્ષીઓ આવવાની શરૂઆત થાય છે. ઈરાન, ઈરાન, અફધાનીસ્તાન, સાઈબીરીઆ અને યુરોપના પક્ષીઓ ખીજડીયા પક્ષી અભ્યારણના મહેમાન બને છે. પક્ષીઓની મહેમાન ગતીને ધ્યાનમા લઈને વન વિભાગ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામા આવેલ છે.
ખાડી વિસ્તારમા બનાવવામા આવેલ આ અભ્યારણમા પક્ષીઓને સાનુકૂળ વાતાવરણ મળી રહે છે જેના કારણે દર વર્ષે વિદેશી પક્ષીઓની સંખ્યામા વધારો થાય છે.
શિળામા બતકો, ડૂબકીઓ, ઢોંક, બગલાં, પેણ અને કાદવકીચડ ખૂદંનારા પક્ષીઓના લાવ લશ્કરને લીધે તેમની રંગીન હારમાળાઓ સર્જતા પક્ષીઓની વસ્તીઓમાં નોંધપાત્ર વધારો થાય છે. કેટલીક પક્ષીઓની પ્રજાતિઓ સમગ્ર શિયાળા દરમ્યાન વસવાટ કરે છે જ્યારે કેટલાંક વધુ દક્ષિણ તરફ સ્થળાંતર કરતાં વચ્ચે ખીજડીયામાં રોકાણ કરે છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ મુખ્ય બે ભાગોમા વહેચાયેલો છે. ભાગ એકમાં ખારા અને મીઠા બન્ને પ્રકારના પાણીના પક્ષીઓ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. તેમા ખાસ કરીને દરેક પક્ષીઓની વિવિધ જાતીઓને રહેઠાણ અને ખોરાક પૂરતો મળી રહે છે. જ્યારે ભાગ બે વિસ્તાર રણ પ્રદેશ જેવો છે અને ચોમાસામાં જે પાણી ભરાઈ ત્યારે ત્યાં ફ્લેમીંગોનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે.
ખીજડીયા પક્ષી અભ્યારણમાં ખાસ એવા પક્ષીઓની વાત કરીએ તો વેડર્સની અલગ-અલગ વેરાઇટી જોવા મળે છે. તેમજ ખીજડીયાના મોટા એવા પક્ષીઓ, હન્ટીંગ બર્ડસ તેમજ ભૂચરના પક્ષીઓ, ફોરેસ્ટરી બર્ડસ જોવા મળે છે.

ખીજડીયા પક્ષી અભ્યારણમાં પક્ષીઓની સખ્યા વધાવાનું કારણ એ જ છે કે પક્ષીઓને બધા પ્રકારનું વાતાવરણ મળે છે અને તેઓને ખોરાક પણ સરળતાથી મળી રહે છે. ખીજડીયા પક્ષી અભ્યારણની ખાસ વાત એ છે કે થોડાક એવા ટુંકા સમયગાળામાં જ તમને વિવિધ જાતની પક્ષીઓની પ્રજાતિ નજીકથી જોવા મળે છે.
વિદેશી પક્ષીઓ સામાન્ય રીતે શિયાળામા ભારતના પ્રવાસે આવે છે અને જામનગરના આ ખીજડીયા પક્ષી અભ્યારણમાં પણ શિયાળા દરમ્યાન પેલિકન, કુંજ, બ્લેકનિસ્ટોક, સ્પોનબીનડ્રક, ઇગલ, પેટીકન સ્ટોક, કાબરો, કલકિલીયો, નિલશીર, નિલજલ મુરગી જેવી પ્રજાતીઓના પક્ષીઓ આવે છે.
શિયાળા દરમ્યાન ખીજડીયા પક્ષી અભ્યારણમાં કુલ 304 પ્રજાતીઓના પક્ષીઓ આવતા હોય છે. જેને નિહાળવા માટે મોટી સંખ્યામા પક્ષી પ્રેમીઓ આ પક્ષી અભ્યારણની મુલાકાત લે છે.
ખીજડીયા પક્ષી અભ્યારણમાં સૌથી વધુ તમને ફ્લેમીંગો, ક્રેન, પેલિકન પક્ષીઓ જોવા મળે છે. જે તમને એક જગ્યાએ તો બીજી જગ્યાએ નઝરે જરૂર પડે છે.
વિદેશથી આવતા આ પક્ષીઓની સારવાર માટે પણ અહીં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમા આજ દિવસ સુધી હજારો પક્ષીઓનો ઈલાજ થઈ ચૂક્યો છે.
આમ, જામનગરનું આ ખીજડીયા પક્ષી અભ્યારણ ખરા અર્થમાં “અતિથિ દેવો ભવઃ” ના સ્લોગનને સાર્થક કરી રહ્યું છે.
Image source :- Wikipedia