lakhota jamnagar

આપણા જામનગરની શાન એવા લાખોટા તળાવનો ઇતિહાસ ખૂબજ રસપ્રદ છે.

શહેર ઈતિહાસ

આ વાત છે ઇ.સ 1890, 1895 અને 1902 ની જયારે જામનગરમાં એકી સાથે ત્રણ દુષકાળો પડ્યા હતા.

આ કાળ દુષકાળથી જામનગરની પ્રજાને રોજીરોટી મળતી નો’હતી અને જામનગરની પ્રજાને રોજીરોટી મળી રહે એ માટે જામનગરનાં એ સમયના રાજા જામ રણમલ-2 એ જામનગરની અંદર ધણા બધા બાંધકામો હાથ ધરયા. જેમા સૌથી મોટુ બાંધકામ હતું રણમલ તળાવની વચ્ચે આવેલુ લાખોટા મહેલનું.

તળાવની વચ્ચો વચ ઉપસેલા ભાગનો ઉપયોગ કરીને જામ રણમલ-2 એ તેની ઉપર લાખોટા મહેલ બાધવાનું નક્કી કર્યુ.

પંરતુ જેવું આ લાખોટા મહેલનું ચણતર શરૂ થાય અને તે મહેલ પડી જતું. કોઈ ને પણ આનું કારણ ન સમજાણું. પછી એક રાત્રે જામનગરનાં રાજા જામ રણમલજી-2 ને સ્વપ્ન માં લાખોટા પીર એ તેમને દર્શન દીધા, અને કહ્યું તમે જે જગ્યા પર મહેલનું બાંધકામ કરવા માગો છો. એ મારૂ સ્થાન છે એટલે પહેલા મારૂ સ્થાન નિશ્ચિત કરો અને પછી મહેલની રચના કરો.

લાખોટા પીર એ જણાવ્યા પ્રમાણે જામ રણમલજી-2 એ લાખોટા પીરની દરગાહ બનાવી અને તે પછી મહેલનું કામ આગળ વધ્યું. લાખોટા પીરની આ દરગાહ આજે પણ એની સાક્ષી પૂરે છે.

હિન્દુ વંશના પ્રકારના કર્તા નોંધે છે કે યુદ્ધ માટે દારૂ ગોળા અને મેગેઝિનો વિશાળ પૂરવઠો ભરી રાખવાના હેતુથી આ લાખોટા મહેલની રચના કરવામા આવી હતી. ચારેય તરફ પાણી રહેતું હોવાથી આગ લાગવાનો ભય ઓછો લાગતો હતો. સાથો સાથ શાંતીના સમયમાં રાજવી પરીવાર હવા ખાવા અને તળાવમાં નૌકા વિહાર કરવા માટે લાખોટા મહેલનો ઉપયોગ કરતા.

યુદ્ધના સમયમાં રાજવી પરીવારને સુરક્ષીત રાખવા માટે આ મહેલનો ઉપયોગ કરવામા આવતો.

talav ni pal

વિક્રમ સંવત 1897 (ઇ.સ-1841) મા બંધાયેલા આ લાખોટા મહેલ સ્થાપત્યનો સુંદર નમુનો છે. એવુ કહેવાય છે કે આ મહેલને લાખો રૂપિયાના ખર્ચે ઉભો કરવામા આવ્યો હોવાને કારણે તેથી તેને લાખોટા મહેલ તરીકે પણ ઓળખવામા આવતો.

લાખોટા મહેલ એ તળાવ વચ્ચે બાંધવામાં આવેલ એક ગોળ ઈમારત છે. તેમા મુખ્ય ત્રણ પ્રવેશ દ્વારો આવેલા છે. આ દરવાજા માથી પ્રવેશ કરતા જ દોડીનો દરવાજો આવે છે. તેની અંદર પ્રવેશ કરતા ઉપર ચઢતા રંગ મંડપ આવે છે. જેમા પાસે જ સુંદર પાડશાલ અને સુંદર રહેણાંક માટેના કમરાઓ આવેલા છે. મંડપ અને કમરાઓની છો તરફ વર્તુળ આકારે અટારીઓ આવેલી છે. આ અટારીઓની દિવાલમાં બારીઓ અને જરૂખાઓ આવેલા છે. બારીઓમાં તોપો ગોઠવેલી છે. અને ગોળાકાર દિવાલમાં બંદુક રાખવા માટેના નાણછા કરવામા આવેલા છે. મુખ્ય પ્રવેશ દ્વારની ઉપર આવેલી માડ મેળી એ લાખોટા મહેલનું મુખ્ય આકર્ષણ છે. અહી પાસાણ ને બદલે કાષ્ઠના કોતરણી વાળી છત કરવામા આવેલી છે. કારીગરે એવી કારીગરીથી બનાવી છે કે તેના સાંધા પણ જોવા મળતા નથી અને આજે પણ એવી ને એવી અકબંધ છે.

જામ રણમલજી-2 એ ભવ્યતાનાં શોખીન હતા. આ ઈમારત તેઓના શોખની શાખ પુરતી આજે નવા રંગરૂપ સાથે ઉભી છે. અને જામનગરની જનતાને આજે પણ એ સમયના ભવ્ય ઇતિહાસની ક્ષાસી બની અને આ લાખોટા મહેલ આ ઈમારતની અડીખમ ક્ષાસી પુરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *