ગુજરાતની પુર્વ એ આવેલા જામનગર શહેરને સૌરાષ્ટ્રનાં પેરિસ તરીકે જાણીતું છે પરંતુ જામનગર શહેર બીજા કયાં-કયાં ખાણી પીણીની વસ્તુઓ સાથે સંકળાયેલા છે અને આ ખાણી પીણીની વસ્તુઓ જામનગર ને ફક્ત ગુજરાતમાં જ નહી પરંતુ ભારત અને આખા વિશ્વમાં જાણીતું કરી દીધું છે તો જાણી એ આપણે એ ખાણી પીણીની વસ્તુઓ વિષે.
ધુધરા

જામનગરનાં ધુધરા એ વિશ્વ વિખ્યાત છે. જામનગરનાં પ્રવાસે આવતા લોકો એક વખત તો જરૂર જામનગરનાં પ્રખ્યાત ધુધરાઓ ખાઈ ને આનંદ લે છે. જામનગરનાં ધુધરા ચટાકેટાર તેમજ તેનાં કુરકુરા પણને કારણે મોખરે છે. જામનગર વાસીઓ ધુધરા બવ શોખથી ખાય છે એમા પણ દિલીપનાં ધુધરા મળી જાય એટલે સોના ઉપર સુહાગુ થઈ જાય.
મૈસુબ

મૈસુબ સામાન્ય રીતે આપણે ખાતા હોઈએ ત્યારે તે આપણને થોડા કળક લાગતા હોય છે પરંતુ જામનગરનાં મૈસુબની એ ખાસીયત છે કે તમે મૈસુબને મોઢામાં રાખો એટલે મૈસુબ રવા જેવા થઇ જાય છે અને ખાવાના શોખીનો ને આવા મૈસુબ ખાવાની મજા પડે છે. જામનગરનાં મૈસુબ દેશી ધી થી તલપત અને સાવ કોમળ હોય છે જેથી તમે મોઢામાં રાખો એટલે તે રવા જેવા થઈ જાય છે અને તમારા મોઢાના ખુણે ખૂણામાં ફેલાઈ તમને મૈસુબનો સાચા અર્થે સ્વાદ મળે છે આ વિશેષતાઓ થી જામનગરના મૈસુબ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ વિશ્વનાં ખુણે ખુણે જઈને વસી ગયા છે પંરતુ તેઓ હજું સુધી જામનગરનાં મૈસુબને ભૂલ્યા નથી અને જ્યારે આ ગુજરાતી લોકો પાછા ગુજરાત ફરે છે ત્યારે તે મૈસુબ માટે ખાસ જામનગરની મુલાકાત લે છે.
કચોરી

જામનગરની કચોરીઓ પણ ભારત ભરમાં અને આખા વિશ્વમાં મોખરે છે. તમે ધણી બધી કચોરીઓ ખાધી હશે પરંતુ જામનગરની સ્પેશીયલ કચોરી તો નહી જ તો આપ જામનગર આવો ત્યારે કચોરીનો સ્વાદ જરૂર માણજો. જામનગરની સોથી પ્રખ્યાત કચોરી હોઈ તો તે છે ડ્રાઈફૂટ કચોરી, ડ્રાઈફૂટ કચોરીઓમાં કાજુ, બદામ, પીસ્તા, દ્રાક્ષ જેવા ધણા બધા સૂકામેવા નાખવામાં આવે છે અને એમા પણ જામનગરનાં મરી મસાલા.. ઓહો મજા પડી જાય..
જામનગરમાં જૈન વિજ્યની કચોરીઓ પ્રખ્યાત છે. જૈન વિજ્યની કચોરીઓ ભારતનાં ખૂણે ખૂણે અને વિશ્વનાં ખૂણે ખૂણે એકસ્પોટ કરવામાં આવે છે.
ઢોકલા

જોકે ઢોકલા એ ગુજરાતી ખાદ્યપદાર્થોનો આવશ્યક એવો ભાગ છે, તે ભારતભરના તમામ ફાસ્ટ ફૂડ વિકલ્પોમાં લોકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામા આવે છે. જ્યારે તમે જામનગરની ફૂડ ઝોનમાં દાખલ થાવ છો ત્યારે ત્યાં પીળા, ચીઝ જેવા નાના, આકર્ષક લંબચોરસ, મીઠી અને ખાટી ચટણી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે તાજા ધાણા અને કાળા સરસવના દાણાથી સજ્જ હોય છે. તમે લાંબા સમય સુધી ઢોકળાનો સ્વાદ મેળવી શકો છો.
ફાફડા

ફાફ્ડા એ બીજું ગુજરાતી નાસ્તો છે જે એક અને બધાની સાથે હિટ છે. તે ચણાનો લોટ અને હળદરની પાતળી, ચપળ ચાદર જેવું હોય છે. તે ખાસ ફાફડા ચટણી સાથે લેવામાં આવે છે જે દહીં, કાળા મીઠું, ચણાનો લોટ, જીરું, ધાણાના પાન, સરસવ, ફુદીનો અને કેટલાક આવશ્યક ભારતીય મસાલાથી બનેલી છે.
પકવાન

પૂરી શાક
બ્રેડ કટકા

જોટા
