સૌરાષ્ટ્ર – કચ્છનો ઈતિહાસ લખાશે ત્યારે જામનગરનાં જામ સાહેબ શ્રી દિગ્વીજયસિંહજીના દરિયાવદિલીનું આ પ્રકરણ એક નોખી પાઠ પાડશે.
પારકા દેશ પોલેન્ડના અનેક નિરાધાર – અનાથ બાળકોને દુનિયાનો કોઈ દેશ સંધરવા તૈયાર ન’હતો. ત્યારે જામ સાહેબે ભાતીગળ ભાઈચારાનો બેનમૂન દાખલો બેસાડ્યો હતો. બ્રિટિશ સરકારની જરા પણ ડર રાખ્યા વગર પોલેન્ડમાં મા-બાપ વિહોણા લાચાર બનેલા બાળકોને પોતાનાં રાજ્યમાં 9 વર્ષ સુધી આશરો આપ્યો હતો. અને પોતાના સંતાન ગણીને બાળકોને સાચવયા હતા.
શ્રી દિગ્વીજયસિંહજી રણજીતસિંહજી

નવાનગર ( જામનગર ) નાં રાજા જામ સાહેબ દિગ્વીજયસિંહજી એ પોલેન્ડના બાળકોને પોતાની સંસ્કૃતિની સાથે લાલન પાલન કર્યું હતું. તેઓ એ પોલેન્ડના વાસીઓને કહ્યું હતું કે.. “તમે મુજાશો નહી હવે તમે અનાથ નથી નવાનગરનાં વાસી છો, તમારી રક્ષા માટે આ બાપુ જીવતો જાગતો બેઠો છે.”
આ વાત બીજા વિશ્વયુદ્ધની છે, 1939 માં નક્કી થયું કે ગરીબ રાંક જેવા નાનકડા એવા પોલેન્ડ દેશ પર કોઈ એ હુમલો કરવો નહિં. છતાય જર્મનીનો નીરહ્દયી તાનાશાહ હિટલર માન્યો નહી અને કરારનાં ચીંથરા ઉડારી પોલેન્ડ પર આક્રમણ કર્યુ. અને આ આક્રમણના 16 દિવસ પછી પોલેન્ડ પર સોવિયત સંધ એ પણ હુમલો કર્યો.
આ વિશ્વયુદ્ધના કારણે પોલેન્ડમાં જાન માલની ખુબ જ વધું પ્રમાણમાં હાની થઈ. લાખો બાળકો અનાથ થઈ ગયા અને તે બાળકોને પોલેન્ડનાં રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા. આ કેમ્પોમાં ખાવા-પીવાનુ તેમજ ઓઢવા-પાત્થરવાનું કશું જ હતું નહી. ત્યારે બાદ સોવિયત સંધ એ તે નિર્ધાર બાળકોને કેમ્પોમાંથી જતા રહેવાનો આદેશ આપ્યો. આ આદેશ બાદ આ બાળકોને એક વહાણમાં બેસાડી રવાનાં કરી દેવામાં આવ્યા. પંરતુ ક્યાં જવું તે કહેવામાં આવ્યું નહી, વાહણ ચાલકને બસ એટલું જ કહેવામાં આવ્યું હતું કે વિશ્વના ગમે તે દેશમાં જાઓ અને જ્યાં આશરો મડે ત્યાં રહેવાનું કહ્યું.
આ વહાણ સમુદ્રમાં ભટકતું-ભટકતું તુર્કી પહોંચ્યું. તુર્કીએ ખાવા પીવાનું સામાન તો આપ્યું પંરતુ શરણ આપવાની ના પાડી દીધી. પાછું આ વહાણ શરણ શોધતું-શોધતું ઇરાન આવી પહોંચ્યું, ઇરાન એ શરણ આપવાની ના પાડી અને આ વહાણને કાઢી મૂક્યો. ત્યાર બાદ આ વહાણ કરાચી આવી પહોંચ્યું પંરતુ બધી બાજુથી જાકારો જ મળ્યો. છેવટે આ વહાણ ભારતનાં મુંબઈનાં ડોકયાર્ડ બંદરે આવી પહોંચ્યું. મુંબઈનાં ડોકયાર્ડ બંદર પર આ વહાણ લગભગ એક મહીના જેટલું રહ્યું. બાળકોનાં શરીર ભૂખથી હાડપિંજર જેવા થઈ ગયા હતા. એવામાં આ ખબર નવાનગરનાં રાજ્વી જામ દિગ્વીજયસિંહજી રણજીતસિંહજી જાડેજાનાં કાને પ્હોંચી.
બ્રિટનની વોર કેબીનેટમાં આ પોલેન્ડનાં બાળકોનાં ભવિષ્યને લઈને ચર્ચા ચાલી રહી હતી. જેમા મહારાજા દિગ્વીજયસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. વાત થાય અને તેને ઠેલવી નાખવામાં આવે, વાત થાય અને ઠેલવી નાખવામાં આવે અને આ ચર્ચાનો કોઈ તારણ આવ્યો નહી. દિગ્વીજયસિંહજી એ આ ચર્ચામાં બાળકોને પોતાનાં નવાનગર રજવાડામાં આશ્રય આપવાનો પ્રસ્તાવ મૂક્યો. આ ખરાબ નિયત વાળા બ્રિટિશરો ને જામ દિગ્વીજયસિંહજીનો પ્રસ્તાવ ગમ્યો નહીં. તેઓ કહે કે.. “તમે રાજના ખર્ચે વિદેશી પ્રજાને આશરો આપી શકો નહી.”
જામ દિગ્વીજયસિંહજીનું લોહી ઉકળી ઉઠ્યું અને તેમણે કહ્યું કે “આશરો તો આપીશ જ પણ રાજખાજાના ની રાતી પાઈ પણ નહિં વાપરું!” બ્રિટીશરોને કાપો તો પણ લોહી ન નિકળે તેવી પરિસ્થિતિ થઈ ગઈ અને છેલ્લે આ પ્રસ્તાવનો સ્વિકાર કરવો પડ્યો.

આ પ્રસ્તાવ હેઠળ પોલીસ સૈન્ય, રેડક્રોસ સોસાયટી તેમજ બ્રિટીશ સરકારે જખ મારીને આપેલી સહમતોથી બાળકોને નવાનગર લાવવામાં આવ્યાં. ઉતરાયણનાં આજુ બાજુનાં દિવસોમાં આ વહાણ નવાનગર એટલે કે જામનગરનાં રોઝી બંદરે આવી પહોંચ્યું. મહારાજ દિગ્વીજયસિંહજી એ આ 640 બાળકોનું સ્વાગત કર્યું.
આ બાળકોને છેલ્લા એક મહિનાથી સરખું ખાવાનું પીવાનુ મળ્યું ન’હતું આથી શરીર હાડપિંજર જેવા થઈ ગયા હતા અને આંખો ઉડી ઉતરી ગઈ હતી અને કેટલાક તો અશક્ત અને બિમાર થઈ ગયા હતા. જામ સાહેબનું આવું અતિથીભાવ જોઈ જાણે બાળકોને ભગવાન મળ્યા એવી ખુશી થતી હતી.
આ પોલેન્ડના બાળકો માટે કપડાની સુવિધાઓ કરવામાં આવી અને હવા મહેલ જેવા શાહી મહેલમાં ઉતારો અપાયો, તેમજ બિમારોના ઈલાજ માટે ડોકટરોને બોલાવવામાં આવ્યા. આ બાળકોની ઉંમર 15 થી 30 વર્ષ વચ્ચેની હતી તેથી તેઓની લાગણીઓ અને સંવેદનાઓને સાંચવવી અધરી હતી. તેથી નવાનગરનાં રાજ્વી જામ દિગ્વીજયસિંહજી એ પોતેજ આ બાળકોની સારસંભાળ લેવાનું શરૂ કર્યું.
જામ સાહેબે કહ્યું કે “હું માત્ર નવાનગરની પ્રજાનો નહિ તમારો પણ પિતા છું” એમ કહીને બાળકોને પિતાતુલ્ય પ્રેમ આપ્યો. 640 પોલેન્ડ નિવાસીઓ લાબો સમય સુધી રહી શકે તે માટે પાક્કુ મકાન, શાળા, તેમજ ભોજનની સુવિધા બહુ ટુંકા ગાળામાં કરી દીધી.
જામ સાહેબે શ્રી દિગ્વીજયસિંહજી ઉનાળામાં જે જગ્યા એ રહેતા હતા તે બાલાચડીની જગ્યા આ બાળકો માટે થઈને ખાલી કરી દીધી. દિગ્વીજયસિંહજી એ બાળકોની ભણતર ગણતર સિવાય બીજી ધણી બધી વ્યવસ્થાઓ પણ કરી આપી જેવી કે ફૂટબોલ, સ્વિમિંગ, ટેનિસ, લાયબ્રેરી, સંગીત વગેરે..
પોલેન્ડના બાળકોના ધાર્મિક શિક્ષણ માટે પોલેન્ડની ભાષાનાં જાણકાર કેથલિક પાદરીને રોકી ધાર્મિક શિક્ષણની પણ સુવિધા કરાવી આપી. બાલાચડીમાં પોલેન્ડના તહેવારોની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવતી. તેમજ રંગોળી હરીફાઈ અને વહેશભૂષાના ( ફેન્શીડ્રેશના ) કાર્યક્રમો પણ યોજાતા તેમજ રમતગમતની અવનવી ટુર્નામેન્ટોનુ આયોજન કરવામાં આવતું.
એક વખત જામ દિગ્વીજયસિંહજી ને ખબર પડી કે બાળકોને પાલકનુ શાક અને અમુક ભારતીય વાનગીઓ માફક આવતી નથી અને તેઓ ભૂખ્યાં રહે છે આ વાતની ખબર પડતા જ દિગ્વીજયસિંહજી એ તાત્કાલિક ગોવાથી 7 રસોયાને તેડાવ્યા અને બાળકોને ભાવતા ભોજનનું મેનું તૈયાર કરાવ્યું. નવાનગરનાં રાજ્વી જામ દિગ્વીજયસિંહજીના માનવતાવાદી કાર્યની નોંધ સમગ્ર વિશ્વએ લીધી. પંરતુ આ વાત બ્રિટિશરોને ક્યાંકને ક્યાંક ખટકતી હતી આ વાતની ભનક જામ દિગ્વીજયસિંહજીને લાગી ગઈ.
કોઈ કાનૂની દાવ પેચ ઉભો ન થાય અને ગોરી પ્રજા તેઓને ક્યાય નડતર ઉભી ન કરે એ માટે જામ દિગ્વીજયસિંહજી એ એક દસ્તાવેજ કરાવ્યો જે મુજબ જામ દિગ્વીજયસિંહજી એ પોલેન્ડના બાળકોને દત્તક લિધા છે એવું લખાણ કરાવી લીધું.

બીજું વિશ્વયુદ્ધ સતાવાર રીતે પૂરૂં થયું. તેના થોડા સમય પછી આ બાળકો અને યુવાનોને પોતાના દેશમાં અથવા અન્ય દેશમાં સગા હોય ત્યાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. દિગ્વીજયસિંહજી એ પોતાની સંતાનની જેમ સાંચવેલા આ બાળકોને વિદાય આપવા જામ સાહેબ ખુદ રેલ્વે સ્ટેશન સુધી ગયેલા. “જામ સાહેબ બાળકોને ન મેલે અને બાળકો જામ સાહેબને ન મેલે.” આ બાળકોએ જ્યારે વિદાય લીધી ત્યારે સુખદ પંરતુ કરૂણ દ્રશ્ય સર્જાયા હતા.
શરણાર્થી તરીકે આવેલા આ બાળકો પૈકી એક બાળક પોલેન્ડનો વડા પ્રધાન બન્યો. પોલેન્ડની સરકાર અને શરણાર્થીઓના વંશજો હજી પણ ભારતીય રાજ્વી જામ દિગ્વીજયસિંહજીનાં ઉપકારો ભૂલ્યા નથી. કેટલાય શરણાર્થીઓના વંશજો દર વર્ષે જામનગરની મુલાકાત લે છે.
પોલેન્ડના પાટનગર વાસ્વના અનેક રસ્તાઓ મહારાજા જામસાહેબના નામથી ઓળખાય છે. મહારાજાના નામે શાળા કોલેજો સ્થપાય છે. પોલેન્ડની પ્રજા માટે સરકાર જ્યારે યોજના શરૂ કરે છે તેને જામ સાહેબનું નામ આપવામાં આવે છે. આ આખી ધટનાને આવરી લેતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે. જે પોલેન્ડમાં અવાર નવાર દર્શાવવામા આવે છે.
Source:- Internet
Proud to be jamnagar