History-of-Jamnagar

History of Jamnagar-જામનગરના રાજાઓની માહિતી

ઈતિહાસ

જામનગરના જાડેજા વંશના ક્ષત્રિયો નો ઈતિહાસ

જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. આ રજવાડા ની સ્થાપના કરવા વાળા જાડેજા વંશના ક્ષત્રિયો ની માહિતી અને અત્યાર સુધી ના કુલ ૨૧ રાજાઓં નું લીસ્ટ અને ઈતિહાસ આ મુજબ છે.The glorious History of Jamnagar king

Jam-Raval

શ્રી જામરાવળ ઇ.સ ૧૫૪૦ – ૧૫૬૨ :-જામનગરના સ્થાપક

જામરાવળજી એ જામનગરની સ્થાપના ઇ.સ ૧૫૪૦ માં કરી હતી. જામ રાવળજી જામનગરનાં સૌ પ્રથમ રાજવી હતા તેઓ એ પોતાનું રાજ ૧૫૪૦ થી ૧૫૬૨ સુધી કર્યુ એટલે કે લગભગ ૨૨ વર્ષ સુધી જામનગરમાં જામરાવળજીનું શાસન હતું. યદું પ્રકાશ વંશના ગ્રંથની માહિતી મુજબ જામરાવળજી એ ૧૨૪ વર્ષનું દિર્ધોયું ભોગવ્યું. જામ રાવળજીનાં ત્રણ પુત્રો હતા જેમાંથી સૌથી મોટા પુત્ર જામ જીવોજીનું રોઝી માતાનાં મંદિર પાસે ધોડા પરથી પડતા તેઓનું અવસાન થયું હતું. જામરાવળજીનાં અવશાન બાદ તેઓનાં બીજા પુત્ર જામ વિભોજીને જામનગરની રાજગાદી સોંપવામાં આવી, અને ત્રીજા પુત્ર ભોરજીને જાંબુડાની ગાદી સોંપવામાં આવી

Jam-Vibhaji-First

શ્રી જામ વિભોજી-૧ ઇ.સ ૧૫૬૨ – ૧૫૬૯

જામનગરની ગાદી પર જામ વિભોજીએ ઇ.સ ૧૫૬૨ થી ૧૫૬૯ એટલે કે ૭ ( સાત ) વર્ષ સુધી પોતાનું રાજ શાસન સંભાળ્યું. જામ વિભોજીનાં ચાર પુત્રો હતા. સતાજી ( છત્રસાલ ), ભાણજી, રણમલજી અને વેલોજી. જામ વિભોજીનાં અવશાન બાદ જામનગરની રાજ ગાદી સતાજીને સોંપવામાં આવી અને કાલાવડની જાગીર ભાણજીને મળી તેમજ શીંશાગની જાગીર રણમલજી ને અને હડીયાણીની જાગીર વેરાજીને આપવામાં આવી.

Shri-Jam-Sataji-First

શ્રી જામ છત્રસાલ ( જામ સતાજી-૧ ) ઇ.સ ઇ.સ ૧૫૬૯ – ૧૬૦૮

જામ વિભોજીનાં અવસાન બાદ જામનગરની રાજગાદી એ જામ છત્રસાલ આવ્યા તેઓ એ જામનગર પર પોતાનું શાસન ઇ.સ ૧૫૬૯ થી ઇ.સ ૧૬૦૮ એટલે કે ૩૯ વર્ષ પોતાનું રાજ શાસન ચલાવ્યું. જામ છત્રસાલની અમદાવાદના બાદશાહ ( રાજા ) મુઝફ્ફર શાહ બીજા સાથે મૈત્રી હોવાથી મુઝફ્ફર શાહ એ જામ છત્રસાલને કોરી છાપવાની અનુમતિ આપી. મુઝફ્ફર શાહની શરત અનુશાર કોરી પર મહેમુદી મહોર છાપવું પરંતુ છત્રસાલજી એ આ શરતનું પાલન કર્યા વગર કોરી છાપી ચલણમાં મુકી. ત્યાર બાદ થોડા સમય પછી અમદાવાદનાં સુબા એ જુનાગઢ પર ચઢાઈ કરી ત્યારે જામ છત્રસાલજી એ જુનાગઢની મદદ કરી અને અમદાવાદનાં સુબાને હાકી કાઢ્યાં છત્રસાલજી એ જુનાગઢની મદદ કરી તેના બદલામાં જુનાગઢના રાજ્વી એ ચુડ, જોધપુર અને ભોડ પરગણા આપ્યા.

આ સમયમાં અમદાવાદનો બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજો મોગલબાદશાહ થી ડરી જામનગર તરફ આવ્યો ત્યારે જામનગરનાં રાજા શ્રી જામ છત્રસાલજી એ મુઝફ્ફર શાહ ત્રીજાને બરડા ડુંગર માળા પર આશરો આપ્યો.

આ જાણી દિલ્લીનાં રાજા અકબરનાં દુધભાઈ મિર્જા અજીજ કોકાએ સુબાની સતા સોંપવા જામ છત્રસાલજીને આદેશ કાર્યો જામનગરનાં રાજવી જામ છત્રસાલજી એ આજ્ઞાના પાલન કરવાનું નકાર્યું. ત્યારે તેઓનાં અનાદરનાં કારણે ઇ.સ ૧૫૯૧ માં જામનગર પર ચઢાઈ કરી અને ધ્રોલ અને જોડીયા વચ્ચેનાં ભૂચરમોરીનાં મેદાનમાં આ યુધ્ધ થયું જેમાં કુંવર અજોજી શહીદ થયાં અને આ યુધ્ધમાં જામનગરનો પરાજય થયો.

જામનગરનાં પરાજય બાદ શાહી સેના જામનગરમાં પ્રવેશે એ પહેલા જામ છત્રસાલ બરાડાની ડુંગળમાળામાં જતા રહ્યાં હતા. ત્યાર બાદ લગભગ બે વર્ષના સમયગાળા બાદ ઇ.સ ૧૫૯૩ માં સુલતાન સાથે થયેલ કરાર મુજબ જામ છત્રસાલને પાછી જામનગરની ગાદી મળી.

ત્યાર બાદ પાંચ વર્ષ બાદ જામ છત્રસાલજીનું અવસાન થયું. તેઓનાં અવસાન બાદ તેઓનાં બીજા પુત્ર જામ જશાજીને ગાદી સોંપવામાં આવી અને સૌથી નાના પુત્ર જામવિભોજીને કાલાવડની ગાદી જાગીરમાં મળી. જામ વિભોજીએ ત્યારબાદ સરધાર જીતી લઇને રાજકોટ વસાવ્યું અને તેઓએ પોતાની ગાદી રાજકોટમાં સ્થાપી.

Shri-Jam-Jasaji-First

શ્રી જામ જસાજી-૧ ઇ.સ ૧૬૦૮ – ૧૬૨૪

ઇ.સ ૧૬૦૮ થી ઇ.સ ૧૬૨૪ સુધી જામ જસાજીએ જામનગરની રાજગાદી સંભાળી ૧૬ વર્ષ સુધી પોતાનું શાસન ચલાવ્યું. જામ જસાજીનાં સમય દરમ્યાન એક પણ યુધ્ધ થયું ન’હોતું. તેઓનાં શાસન શાંતિમય રાજ્ય વ્યવસ્થા વાળું હતું. જામ જસાજીનું  ઇ.સ ૧૬૨૪ માં અવસાન થયું. જામ જસાજીને કોઈ પુત્ર ન હોવાથી તેના મોટાભાઈ જામ અજોજીનાં પુત્ર જામ લાખાજીને જામનગરની ગાદી સોંપવામાં આવી અને જામ લાખાજી એ જામનગરનું  શાસન આગળ ચલાવ્યું.

Nawanagar State coa

શ્રી જામ લાખાજી-૧ ઇ.સ ૧૬૨૪ – ૧૬૪૫

જામ જસાજીનાં અવસાન પછી જામનગરનું રાજ કારોબાર જામ લાખાજીએ આગળ વધાવ્યું. જામ લાખાજી એ ઇ.સ ૧૬૨૪ થી ૧૬૪૫ એટલે કે ૨૧ વર્ષસુધી પોતાનું શાસન ચલાવ્યું. જામ લાખાજીએ ગાદી પર આવતા તેણે જામનગર માટે કામો ચાલું કર્યાં. સૌ પ્રથમ તો તેઓએ જામનગરની સેનાને મજબુત બનાવી. દિલ્લીનાં શાસકે પોતાની સેના સાથે જામનગર પર આક્રમણ કર્યુ પંરતુ જામનગરનાં રાજા શ્રી જામ લાખાજીએ દિલ્લીનાં શાસક સાથે સંધી કરી અને કોરી છાપવાનું બંધ કર્યુ અને જામનગર પરનું આક્રમણ રોકયું. જામ લાખાજીએ ઇ.સ ૧૬૪૫ મા મૃત્યુ પામ્યાં ત્યાર બાદ જામનગરની રાજગાદી પર જામ રણમલજી આવ્યા.

Shri-Jam-Ranmalji-First

શ્રી જામ રણમલજી-૧ ઇ.સ ૧૬૪૫ થી ૧૬૬૧

જામ રણમલજી ગાદી પર આવ્યા પછી તેઓ પોતાનું જીવન વિલાસી ગાળતા અને રંગેરાતમાં તાતો રેવાથી સતાનો દોર રાઠોડ રાણી અને તે રાણીનાં ભાઈ ગોવર્ધનના હાથમાં જતો રહ્યો. જામ રણમલજી નિઃશંતાન હોવાથી તેમના મૃત્યુ બાદ જામનગરની રાજગાદી રણમલજીનાં ભાઈ રાયસિંહ ને મળે તેવું ઠરાવેલું હતું. પંરતુ જામ રણમલજીનાં મૃત્યુ બાદ રણમલજીની રાણીએ તાજું જન્મેલું બાળક મેળવી તેમણે સતા મેળવવાનો પ્રયત્ન કર્યો પંરતુ ધ્રોલનાં ઠાકોર રાજા અને જમાદાર ગોપાલસિંહના પ્રયત્નોથી જામ રણમલજીનાં મૃત્યુ બાદ જામનગરની શાહી ગાદી રણમલજીનાં ભાઈ જામ રાયસિંહ ને મળી.

Shri-Jam-Raysangji-First

શ્રી જામ રાયસિંહજી-૧ઇ.સ ૧૬૬૧ – ૧૬૬૪

જામ રણમલજીનાં મૃત્યુ બાદ ઇ.સ ૧૬૬૧ માં જામનગરના રાજા તરીકે રણમલજીનાં ભાઈ જામ રાયસિંહજી ગાદી પર આવ્યા. જામ રણમલજીના પત્ની એ અમદાવાદનાં રાજવી કુતુબુદિન ને ફરીયાદ કરી. આ ફરિયાદના કારણે અમદાવાદના રાજા કુતુબુદિનને જામનગર પર ચઢાઈ કરવાનો બહાનો મડી ગયો. અમદાવાદનાં રાજા એ ઇ.સ ૧૬૬૪ માં જામનગર પર ચઢાઈ કરી. જામનગર અને ધ્રોલ વચ્ચે આવેલા શેખપાટ ગામ પાસે જામનગરની સેના અને અમદાવાદની સેના વચ્ચે યુદ્ધ થયું  જેમાં ધણા બધા રાજપૂત યોદ્ધાઓ શહીદ થયા. અંતે જામનગરનું આ યુદ્ધમાં પરાજય થયું અને અમદાવાદની શાહી સેનાનો વિજય થયો. વિજય થતા જ તેમણે જામનગરમાં લૂટફાટ કરી અને જામનગરનું રાજ ખાલસા કર્યું. શાહી સેનાનું જામનગર પર વિજય થતા જામનગરનું નામ બદલીને ઇસ્લામનગર કરવામાં આવ્યું અને જામનગર માટે નવા મુસ્લિમ અમલદારો અને કાઝી નિમાયા. આમ જામ રાયસિંહજીનું શાસન ૪ વર્ષ ચાલ્યું.

મુસ્લિમ શાસન ઇ.સ ૧૬૬૪ – ૧૬૭૩

જામનગરનાં પરાજય બાદ જામનગરની રાજ ગાદી પર ૯ ( નવ ) વર્ષ સુધી મુસ્લિમ શાસકોનું શાસન હતું. આ સમયગાળા દરમિયાન જામનગરનું વહીવટ અમદાવાદનાં મુસ્લિમ સુબા હેઠળ રહેલા સોરઠનાં ફોજદારનું શાસન હતું. આ શાસન દરમિયાન જામ રાયસિંહજીનાં બન્ને પુત્રો જામ તમાચી અને જામ ફૂલોજી કચ્છમાં નાશી છૂટ્યા હતા. ત્યાર બાદ ગેરીલ હુમલા બાદ જામનગરનાં ગામો ભાગ્યા અને છેવટે ઇ.સ ૧૬૭૩ માં જામનગરની ગાદી કબજે કરી જામ તમાચી-૧ એ જામનગરની શાહી ગાદી પર આવ્યા અને જામનગરનો કાર્યભાર સંભાળ્યો.

Shri-Jam-Tamachi

શ્રી જામ તમાચી-૧ ઇ.સ ૧૬૭૩ – ઇ.સ ૧૬૯૦

જામ તમાચી-૧ જામનગરની રાજગાદી પર આવ્યા અને તેઓ એ આ સમયગાળા દરમિયાન નકલી સતાજીને તગડીયા અને મુસ્લિમ અમલદારોને તંગ કર્યા તેથી જામ તમાચી તગડનાં નામે લોકોમાં ઓળખાતા થયા. આમ જામ તમાચી-૧ એ જામનગરની રાજગાદી પર ૧૭ વર્ષ સુધી શાસન ચલાવ્યું.

Shri-Jam-Lakhaji-Second

શ્રી જામ લાખાજી-૨ ઇ.સ ૧૬૯૦ થી ઇ.સ ૧૭૦૯

જામ તમાચી-૧ નાં અવસાન બાદ જામ લાખાજી-૨ જામનગરની રાજગાદી પર આવ્યા અને તેઓએ જામનગર પર ૧૯ વર્ષ સુધી પોતાનું શાસન ચલાવ્યું. જામ લાખાજી-૨ ના શાસનકાળ દરમિયાન અમુકઅંશે શાંતીમય સમય હતો અને લડાઈ સંધર્ષ પણ ન’હોતા થયા તેમજ પ્રજા પણ શાંતિમય સુખ ભોગવ્યું હતું.

Nawanagar

શ્રી જામ રાયસિંહજી-૨ ઇ.સ ૧૭૦૯ – ૧૭૧૮

જામ લાખાજી-૨ ના અવસાન બાદ ઇ.સ ૧૭૦૯ મા જામ રાયસિંહજી-૨ જામનગરની રાજગાદી પર આવ્યા. જામ રાયસિંહજી-૨ ભોગ-વિલાસમાં રહેતા હોવાથી જામનગરનો ખજાનો ખાલી થઈ ગયો. આવા સંજોગોમાં જામ રાયસિંહજીનાં ભાઈ અને હડીયાણાનાં રાજા જામ હરધોળજી એ તેઓની હત્યા કરી જામનગરનું શાસન પોતાના હાથે કરી લીધું. આ સમયગાળા દરમિયાન જામનગરની ગાદીનાં સાચા વારસદાર હત્યાનો ભોગ બનેલા જામ રાયસિંહજીનો સગીર પુત્ર તમાચી હતો.

Nawanagar

શ્રી જામ હરધોળજી ઇ.સ ૧૭૧૮ – ૧૭૨૭

જામ હરધોળજી એ જામનગરની ગાદી પચાવી લીધા બાદ તેઓએ જામનગરની ગાદી પર ૯ ( નવ ) વર્ષ સુધી શાસન ચલાવ્યું. આ સમય દરમિયાન જામનગરની ગાદીનાં સાચાં વારસદાર અને જામ રાયસિંહજી ના પુત્ર તમાચી કચ્છમાં તેમની માસી રતનબાઈ પાસે ઉછરી તેઓએ મુસ્લિમ સુબાની મદદથી ઇ.સ ૧૭૨૭ માં પાછી જામનગરની ગાદી મેળવી.

Shri-Jam-Tamachi

શ્રી શ્રી જામ તમાચી-૨ ઇ.સ ૧૭૧૫ – ૧૭૪૩

શ્રી જામ તમાચી

Shri-Jam-Lakhaji-Third

શ્રી જામ લાખાજી-૩ ઇ.સ ૧૭૪૩ – ૧૭૬૮

જામ લાખાજી-૩ એ ૨૦ વર્ષનું શાસન ચલાવ્યું. તેમના લગ્ન હળવદનાં કુંવરી દીપાજીબા સાથે થયા હતા. જામ લાખાજી-૩ નિઃસંતાન હોવાથી તેમણે જસાજી-૨ અને સતાજી-૨ ને દતક લિધા હતા. જામ જસાજીનું  ઇ.સ ૧૭૬૮ માં અવસાન થયું. ત્યાર બાદ જામનગરની રાજ ગાદી પર જામ જસાજી-૨ ગાદી પર આવ્યા.

Nawanagar

શ્રી જામ જસાજી-૨ ઇ.સ ૧૭૬૮ – ૧૮૧૪

જામ લાખાજીનાં અવસાન બાદ જામ જસાજી-૨ જામનગરની ગાદી પર આવ્યા. જ્યારે જસાજી-૨ ગાદી પર આવ્યા ત્યારે તેઓ સગીર વયના હતા તેથી જામ લાખાજીનાં પત્ની દીપાજીબાનાં ભાઈ મેરામણ ખવાસની સતા ખુબ જ વધતી ગઈ જામ જસાજી-૨ માત્ર નામ ના જ રાજા બની ગયા હતા રાજ્યની તમામ સતા તો મેરામણ ખવાસ પાસે હતી. આ સમયગાળા દરમિયાન મેરામણ ખવાસ દ્વારા યુદ્ધો કરી જામનગરની સતામાં વધારો કર્યો. મેરામણ ખવાસે જામ જસાજી-૨ ની માતા દીપાજીબાની પણ હત્યા કરવામાં આવી હતી. ઇ.સ ૧૭૯૫ માં દુષ્કાળથી પીડાતા ઓખા પ્રદેશ પર મેરામણ ખવાસે ચઢાઈ કરી ઓખા પ્રદેશને પણ જીતી લીધું. મહેરામણ ખવાસનું ઇ.સ ૧૮૦૦ ની સાલમાં તેનું અવસાન થયું. ત્યાર બાદ ઇ.સ ૧૮૧૪ માં જામ જસાજી-૨ નું પણ અવસાન થયું. આમ, જામ જસાજી-૨ એ ૪૬ વર્ષનું શાસન ચલાવ્યું. જામ જસાજી-૨ ના અવસાન બાદ જામનગરની રાજગાદી જામ સતાજી-૨ ને સોંપવામાં આવી.

Nawanagar

શ્રી જામ સતાજી-૨ ઇ.સ ૧૮૧૪ – ૧૮૨૦

જામ સતાજી-૨ એ જામનગરની રાજગાદી પર ૬ વર્ષ સુધી પોતાનું શાસન ચલાવ્યું. જામ સતાજી-૨ નિઃસંતાન હતા તેથી તેઓનાં ભાઈ જામ જસાજીની રાણી અછોબા એ સડોદરના જાડેજા જસાજીનાં પુત્ર રણમલને દતક લીધા. જામ સતાજી-૨ નું ઇ.સ ૧૮૨૦ માં અવસાન થતા ભાઈ જસાજીનાં દતક પુત્ર રણમલજી-૨ જામનગરની ગાદી પર આવ્યા.

Shri-Jam-Ranmalji-Second

શ્રી જામ રણમલજી-૨ ઇ.સ ૧૮૨૦ – ૧૮૫૧

જામ રણમલજી-૨ એ જામનગર પર ૩૨ વર્ષ સુધી પોતાનું શાસન ચલાવ્યું. જામ રણમલજી-૨ એ ભાવનગરનાં રાજા વજેસંગની કુંવરી રાજ બા સાથે ઇ.સ ૧૮૨૯ માં લગ્ન કર્યાં. ત્યાર બાદ ભયંકર દુષ્કાળો પડયા ઇ.સ ૧૮૩૪, ૧૮૩૯, અને ઇ.સ ૧૮૪૬ મા દુષ્કાળ પડયા આ સમયે પ્રજાની કપરી હાલત જોઈ તેમણે લાખોટા તળાવ, ભુજ્યો કોઠો, ચન્દ્રમહેલ જેવા મોટા બાંધકામો કરી લોકોને રોજી આપી. જામ રણમલજી-૨ નું અવસાન ઇ.સ ૧૮૫૨ મા થયું. જામ રણમલજી-૨ નાં ૬ પુત્રો પોતાની હયાતી મા જ અવસાન પામેલા તેથી રણમલજી-૨ ના સાતમાં પુત્ર જામ વિભોજી-૨ જામનગરની રાજગાદી પર બેસયા.

Jam-Vibhaji-Second

શ્રી જામ વિભોજી-૨ ઇ.સ ૧૮૫૨ – ૧૮૯૫

જામ રણમલજી-૨ ના અવસાન બાદ તેઓના સાતમાં પુત્ર જામ વિભોજી-૨ જામનગરની રાજગાદી પર આવ્યા. જામ વિભોજી-૨ ને ૧૪ રાજપૂત રાણી, ૬ મુસ્લિમ રાણી, અને ૫ તવાયફો એમ કુલ ૨૪ રાણીઓ હતી. જામ વિભોજી-૨ ના શાસનકાળને જામનગર માટે સુવર્ણ યુગ ગણવામાં આવે છે કારણકે આ સમય દરમિયાન જામનગરનાં વિવિઘ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો હતો.

અંગ્રેજ સાસન ઇ.સ ૧૮૯૫ – ૧૯૦૩

જામ વિભોજી-૨ નું અવસાન ઇ.સ ૧૮૯૫ માં થયું, ત્યાર બાદ જામનગરની તમામ સતા એડ્મીનીસ્ટ્રેટર તરીકે ડબલ્યુ.પી.કેનેડી એ ૩૧ મી જુલાઈ થી ઇ.સ ૧૯૦૩ સુધી સંભાળી. આ આઠ વર્ષ દરમિયાન જામનગરનું શાસન અંગ્રેજના શાસન હેઠળ હતું.

Shri Jam Jasaji Third

શ્રી જામ જશવંતસિંહજી ઇ.સ ૧૯૦૩ – ૧૯૦

જામ વિભોજીનાં મુસ્લિમ પત્ની જાનબાઈ થી થયેલ પુત્ર જશવંતસિંહજી ઇ.સ ૧૯૦૩ મા જામનગરની ગાદી પર આવ્યા અને તેમણે જામનગરની ગાદી ૪ વર્ષ સુધી સંભાળી

jam-Ranjitsinhji

શ્રી જામ રણજીતસિંહજી ઇ.સ ૧૯૦૯ – ૧૯૩૩

જામ જશવંતસિંહજી ને પુત્ર નહોવાથી તેમના અવસાન ભાદ તેઓના દતક પુત્ર જામ રણજીતસિંહજી જામનગરની ગાદી પર આવ્યા અને જામનગર પર તેઓએ ૨૬ વર્ષ સુધી રાજ કર્યું. જામ રણજીતસિંહજીની ગણના વિશ્વનાં મહાન ક્રિકેટરોમાં થાય છે. તેઓની યાદીમાં આજે ભારતમાં રણજીટ્રોફી રમાય છે. જામ રણજીતસિંહજીનો જન્મ ૧૦ નવેમ્બર ૧૮૭૨ નાં રોજ થયો હતો. અને તેઓ ૧૧ માર્ચ ૧૯૦૭ ના રોજ જામનગરની ગાદી પર આવ્યા. જામ રણજીતસિંહજી એ પોતાનો પ્રાથમિક અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજમાં શરૂ થઇ. તેઓ આગળનાં અભ્યાસ માટે કેમ્બ્રિજ ની ટ્રીનીટી કોલેજમાં જોડાયા. તેઓ ૧૯૧૬ માં દીવાનને બદલે સેક્રેટરીએટ પદ્ધતિ દાખલ કરી. તેઓ એ તેમનાં સમયમાં જામનગરથી દ્વારકા સુધી રેલ્વે લાઈન નખાવી. મહારાજા રણજીતસિંહજી ૧૯૨૦ માં લીગ ઓફ નેશનલમાં ભારતનાં પ્રતિનિધિ તરીકે નિમાયા હતા. રણજીતસિંહજી એ ૭૫ લાખનાં ખર્ચે બેડી બંદરનો વિકાસ કર્યો, તેઓ એ ઇરવિન હોસ્પિટલ બંધાવી જેને આપણે ગુરુ ગોવિંદસિંધ હોસ્પિટલ તરીકે ઓળખીએ છીએ. જામ રણજીતસિંહજી ૧૯૩૦ માં ગોળમેજી પરિષદમાં રાજાઓનાં પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. જામ રણજીતસિંહજીનું તારીખ ૦૨-૦૪-૧૯૩૩ નાં રોજ અવસાન થયું. જામનગરનાં ઈતિહાસમાં જામ રણજીતસિંહજી એકમાત્ર એવા રાજવી હતા જે અપરણિત હતા.

Jam-Shri-Digvijaysinhji

શ્રી જામ દિગ્વીજયસિંહજી ઇ.સ ૧૯૩૩ – ૧૯૪૭

જામ રણજીતસિંહજી અપરણિત હોવાથી તેઓએ તેઓનાં ભાઈ જુવાન સિંહનાં પુત્ર દિગ્વીજયસિંહ ને દતક લીધા હતા. જામ રણજીતસિંહજીનાં અવસાન બાદ જામ દિગ્વીજયસિંહજી જામનગરની રાજગાદી પર આવ્યા. તેઓ ભારતની આઝાદી સુધી જામનગરનાં રાજવી રહ્યા હતા. દિગ્વીજયસિંહજી એ પોતાનો અભ્યાસ બ્રિટનમાં કર્યો હતો અને ઇન્ડિયન આર્મીમાં લેફટન્નટનો હોદો ભોગવ્યો હતો. તેઓએ દેશી રાજ્યોનાં વિલીનીકરણમાં સરદાર પટેલનો સાથ આપ્યો હતો. દિગ્વીજયસિંહજી એ પોતાનાં સમયમાં રણજીતસાગર, સિક્કા સિમેન્ટનું કારખાનું, વુલન મિલ, દિગ્વીજય પોટરી, ટીન ફેક્ટરી અને દિગ્વીજય પ્લોટ વિકસ્યા હતા. તેઓએ જામનગર પર ૧૯૩૩ થી ૧૯૪૭ સુધી શાસન કર્યું. ત્યાર બાદ ૧૯૪૭ માં રાજાશાહી નો અંત આવતા તેઓ નૂતન સૌરાષ્ટ્ર રાજ્યનાં રાજ પ્રમુખ બન્યા હતા.

રાજવંશી પરિવારનાં અંતિમ રાજવી દિગ્વીજયસિંહજી નાં રાણી રાજમાતા ગુલાબકુંવરબા મુંબઇમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગાળતા. તેમની યાદમાં આજે શૈક્ષણિક સંસ્થાઓ તથા પ્રજિલક્ષી ટ્રસ્ટો હાલમાં કાર્યરત છે.

Jam-Shri-SHATRUSALYASINHJI

હાલ શ્રી જામ શત્રુશલ્યસિંહજી

જામ દિગ્વીજયસિંહજી ના પુત્ર કુમાર શત્રુશલ્યજી હાલ જામનગરમાં વસે છે. દેશી રજવાડાના વિલીનીકરણ બાદ રાજાશાહીનો અંત આવ્યો હોવા છતાં પણ જામ શત્રુશલ્યસિંહજી એ જામનગરનાં વિકાસ માટે ખુબજ સારું પ્રાદન કર્યું છે. હાલમાં પણ તેઓ લોકોનાં પ્રશ્નોને વાચા આપે અને તેનાં નિવારણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કુદરતી કે કુત્રિમ આફતોના સમયમાં તેઓ પ્રજાની સાથે અડીખમ ઉભા રહી તન, મન અને ધનથી સેવા કરે છે. તેઓ પશું-પક્ષી પાળે છે અને શિકારપ્રિય પૂર્વજો કરતા જુદાજ સ્વભાવનાં અને જીવદયા પ્રેમી છે.

તો આ હતા નવાનગરના એટલે હાલ ના જામનગર ના ભાવી રાજાઓ અને તેમનો થોડો ઇતિહાસ (jamnagar history in gujarati)

Source:- Internet and research

1 thought on “History of Jamnagar-જામનગરના રાજાઓની માહિતી

  1. જામનગર વિશે સરસ માહિતી છે… દિવ્યભાસ્કર ને વિનતી છે કે આવા લેખ આપવા ના હો તો થોડા દિવસ પેલા જ જાણ કરતા રહો જેથી વાચક પોતાની નકલ ની વ્યવસ્થા કરી શકે..સુંદર લેખ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *