“બ્લુ ફલેગ બીચ” સર્ટિર્ફકેટ ધરાવતુ શિવરાજપુર બીચ

“બ્લુ ફલેગ બીચ” સર્ટિર્ફકેટ ધરાવતુું શિવરાજપુર બીચ

Tourist Place

એમતો ધણા બધા બીચ છે ગુજરાતમાાં પરંતુ ગુજરાતના દ્વારકા જીલ્લામા આવેલો શિવરાજપુર બીચ પોતાની આગવી ઓળખ ધરાવે છે. “બ્લુ ફલેગ બીચ” સર્ટિર્ફકેટ ધરાવતા દ્વારકાનાાં શિવરાજપુર બીચ પર દર વર્ષે ધણા બધા પ્રવાસીઓ મુલાકાતે આવે છે.

શિવરાજપુર બીચ એ ભારતનું એક ઉભરતું બીચ છે. ભારતના સૌથી સુંદર બીચો માં શિવરાજપુર બીચનું નામ આવે છે. શિવરાજપુર અરબસાગરના કિનારે શ્રી કૃષ્ણજીની વસાવેલ દ્વાર્રકા નગરી થી 13 કિલોમીટર દૂર તથા ઓખાથી 23 કિલોમીટર દુરી પર સ્થિત છે. તમે જ્યારે બાય રોડ ઓખા – દ્વારકા હાઈવેથી શિવરાજ પુર તરફ જશો તો તમને વિશ્વાસ જ નહી આવે કે તમે ભારતના સૌથી સુંદર બીચને જોવા જઈ રહ્યા છો.

શિવરાજપુર એક નાનકડુ એવુ ગામ છે, જે દેવભૂમી દ્વારકા જીલ્લામાાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ બીચને ડેવલોપ તથા પ્રમોટ કરવામાાં આવી રહ્યો છે કારણ કે અર્હિંયા કોઈ પણ પ્રકારનો ખતરો નથી અને આ બીચનુ પાણી એટલુ ચોખ્ખુ છે કે તમે પાણીની અંદર સહેલાઈથી જોઈ શકો. તેમજ નાની ઉંમરથી લઈને મોટી ઉંમર ધરાવતા લોકો આ પાણીમા જાય તો કોઈ પણ પ્રકારનો ખતરો નથી અને આમાં કોઈ ડુબસે પણ નહી.

શિવરાજપુર બીચને “બ્લુ ફલેગ બીચ” તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા ભાગનાાં પ્રવાસીઓ દ્વારકા જગતનાથ મંદિર ના દર્શન કરી આ બીચની મુલાકાત લે છે કારણ કે આ બીચ દ્વારકાથી થોડા કી.મી નાાં અંતરે આવેલુ છે.

ગુજરાત સરકારનુું યોગદાન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જાન્યુઆરી વર્ષ ૨૦૨૧ માં પ્રવાસન પ્રવૃત્તિ માટે શિલાન્યાસ કર્યો હતો. દરિયાઈ કિનારા નો પ્રવાસન ધીરે ધીરે ગતિમાન થઈ રહ્યો છે અને જ્યારથી ગુજરાત સરકારે સુંદર પર્યટક સ્થળો વિકસાવી અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણે મુખ્ય પર્યટક સ્થળો તરીકે વિકસાવાનો નિર્ણય લીધો છે, ત્યારે શિવરાજપુર બીચ ને વિકસાવા સરકાર ૧૦૦ કરોડ રૂપિયા (૧૩ મિલિયન ડોલર) નો આ બીચમા ખર્ચો કર્યો. આ બીચને બે તબક્કાઓમાું વિકસાવવામાં આવ્યું.

પ્રથમ તબક્કામાં સાયકલ ટ્રેક, ચાલવા માટેનો રસ્તો, વાહન પાર્કિંગની સુવિધા, શૌચાલય અને પર્યટન સુવિધા કેન્દ્ર નો વિકાસ કરવામાં આવેલો, આ માટે સરકાર રૂ. ૨૦ કરોડનો ખર્ચો કર્યો.

બીજા તબક્કામાં શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવા સુવિધાઓ ઉમેરવામાં આવી. ગુજરાતનાું પૂર્વ મુખ્યમુંત્રી વર્જયભાઈ એ શિવરાજપુર બીચને વિકસાવા અંગે કહ્યું હતુું કે “ગોવાના બીચ કરતા શિવરાજપુર બીચ પર સારી સુવર્ધાઓ અહીં છે.”

ગૌરવમાન “બ્લુ ફલેગ બીચ” બિરુદ.

ગુજરાત પ્રવાસ ક્ષેત્રે ચાર ચાંદ લગાવતું ગૌરવ ગુજરાતનાું દ્વારકા જીલ્લાનું શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ બીચનુું સર્ટિફિકેટ મળ્યું છે. બ્લુ ફ્લેગ દુનિયામાં સૌથી ચોખ્ખા બીચને આપવામાં આવે છે. શિવરાજપુર ને બ્લુ ફલેગ બીચનુું સર્ટિફિકેટ ઓક્ટોબર ૨૦૨૦ માં આપવામાં આવ્યુ હતુું.

‘બ્લુ ફ્લેગ’ સર્ટિફિકેટ મેળવવા માટે 33 કડક માપદંડો પૂરા કરવાના છે, જેમાં દરિયાઈ પાણીની ગુણવત્તા, સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતી તેમજ અન્ય માપદંડો કે જેનું સતત પાલન કરવાની જરૂર છે. બીચ સૌર ઉર્જાથી ચાલે છે અને વિકલાંગોને અનુકૂળ છે. આ સર્ટિફિકેટ ડેન્માકવમાું હેડ કવાર્ટર ધરાવતી સંસ્થા “ફોઉન્ડેશન ઓફ એન્વાર્યમેન્ટ એજ્યુકેશન” દ્વારા આપવામાં આવે છે.

શિવરાજપુર બીચની માહિતી

દ્વારકા શહેરથી થોડા કિલોમીટરની અંતરે આવેલા શિવરાજપુર ગામ નજીક આ બીચ આવેલો છે. આ બીચ દ્વારકા જીલ્લામાં આવેલો છે. શિવરાજપુરની સ્થાપના સન ૧૯ મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય (હાલ વડોદરા/બરોડા શહેર) દ્વારા કરવામાં આવી હતી. આ બીચ ને ઓક્ટોબર ૨૦૨૦ માં “બ્લુ ફલેગ બીચ” સર્ટિફિકેટ થી નવાજવામાં આવેલો છે. આ દરીયાનુું પાણી વનસ્તેજ સાફ છે અને તે સફેદ રેતીનો બીચ છે. આ દરીયા કિનારો અક્ષાંશ રેખાંશ – ૨૨.૩૩॰N ૬૮.૯૫॰E પર છે.

રુક્મણિ દેવી મંદિરથી ફક્ત ૧૫ મિનિટના અંતરે લાંબા અંતર સુધી ખેંચાયેલો નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાઈ કિનારો આવેલો છે. અહીંની શ્વેત રેતી અને સ્પષ્ટ ચોખ્ખુ પાણી પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે અને અહી લટાર મારવા મજબુર કરે છે.

બીચ પર કરવામાં આવતી પ્રવૃત્તિઓ

શિવરાજપુર બીચ પર તમે સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ તેમજ આઇલેન્ડ ટૂરનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ નજીક તમે દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુક્મણિ દેવી મંદિર અને સનસેટ પોઇન્ટ દ્વારકાની મુલાકાત લઇ શકો છો.

પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદિવ સ્થાન છે, આ બીચ ઔદ્યોગિક અને શહેરી વસાહતો થી દૂર આવેલો હોવાને કારણે અહીનુું પયાવર્રણ ખૂબ જ ચોખ્ખુું છે. જો મોકો મળે તો એક વખત શિવરાજપુર બીચની જરૂર મુલાકાત લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *